Shami Coach News: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીને ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરીને ધમકી આપવામાં આવી છે. જે બાદ ક્રિકેટ કોચ બદરુદ્દીનની ફરિયાદ પર ડીઆઈજીના આદેશ બાદ પોલીસે મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં બરેલીના રહેવાસી આરોપી દીપક ચૌહાણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આરોપી લગભગ 10 વર્ષ પહેલા તેનો શિષ્ય હતો. 6 ઑક્ટોબરે દીપકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોચને ખરું-ખોટું સંભળાવતી એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. શમીના કોચ બદરુદ્દીન મુરાદાબાદની જીગર કોલોનીમાં રહે છે. તેમણે ડીઆઈજી મુનિરાજને આવેદન આપ્યું હતું.
6 ઓક્ટોબરે બરેલીના ઇજ્જતનગરમાં રહેતા દીપક ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ખોટા આરોપો લગાવતો ધમકીભર્યો વીડિયો અપલોડ કર્યો હતો. કોચ બદરુદ્દીનનું કહેવું છે કે તે ઘણા વર્ષોથી દીપકના સંપર્કમાં નથી. થોડા દિવસો પહેલા મને અચાનક તેનો ફોન આવ્યો, જે દરમિયાન અમારી ફોન પર નોર્મલ વાતચીત થઈ હતી.
છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો
આ પછી 6 ઓક્ટોબરે તેણે ખોટા આક્ષેપો કર્યા હતા અને ધમકીભર્યો વીડિયો વાયરલ કરીને દુષ્પ્રચાર કર્યો અને છબી ખરડવાની કોશિશ કરી હતી. મુરાદાબાદ એસપી રણવિજય સિંહે કહ્યું કે ક્રિકેટ કોચ બદરુદ્દીનની ફરિયાદ પર સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એસપીએ કહ્યું કે દીપક નામનો એક આરોપી છે જેણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઈજાના કારણે શમી હાલ ટીમ ઈન્ડિયાથી બહાર છે
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી વન ડે વર્લ્ડકપ 2023માં થયેલી ઈજા બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. હાલ તે રિહેબ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં પરત ફરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને