Team India meets PM Modi: વડાપ્રધાન મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત, જુયો વિડીયો

નવી દિલ્હી: T20 વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયન ક્રિકેટ ટીમ(Indian cricket team) ચાર્ટર ફ્લાઈટ દ્વારા આજે સ્વદેશ પરત ફરી હતી, આજે ટીમ નવી દિલ્હી(New Delhi) પહોંચી હતી, ખેલાડીઓએ આઈટીસી મૌર્ય હોટલમાં આરામ કર્યો હતો. ત્યાર બાદ પછી ટીમના તમામ સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળવા 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
ઈન્ડિયાના સભ્યોએ વડાપ્રધાન સાથે નાસ્તો કર્યો અને તેમની સાથે લગભગ 1 કલાક 40 મિનિટ વિતાવી. વડાપ્રધાનને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ ઈન્ડિયા જવા રવાના થઈ ગઈ હતી. મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) થી વાનખેડે સ્ટેડિયમ સુધી સાંજે 5 વાગ્યાથી ખુલ્લી બસમાં ખેલાડીઓની વિજય પરેડ થશે.
સોશિયલ મીડિયા પર શેર થયેલા એક વિડીયોમાં વડા પ્રધાન સાથે મીટિંગમાં ભારતીય ખેલાડીઓ તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. વડા પ્રધાન ખેલાડીઓ સાથેની મીટિંગ દરમિયાન મજાક પણ કરી રહ્યા છે. વડા પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની પણ ભારતીય ટીમ સાથે હાજર હતા.

વડા પ્રધાન મોદી ભારતીય ટીમના ખેલાડીઓને ઉષ્માભર્યા મળ્યા, આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે જેમાં વડા પ્રધાન વર્લ્ડ કપની ટ્રોફી સાથે ઉભા છે અને વીડિયોમાં વડા પ્રધાન ખેલાડીઓ સાથે બેસીને વાત પણ કરી રહ્યા છે. વીડિયોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે વાત કરતા જોવા મળે છે.
ટીમ ઈન્ડિયા દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. હવે મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવશે. વિજય પરેડમાં ચાહકોની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે.