ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Team India New Coach: કોઈ વિદેશી ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનશે! શું છે BCCIનો પ્લાન

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ચાલુ સીઝન સમાપ્ત થયા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ અને યુએસમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ T20 વર્લ્ડ કપ (T20 world cup) રમશે. આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે. અહેવાલો મુજબ હેડ કોચ રાહુલ દ્રવિડ (Head coach Rahul Dravid) રજા પર જઈ શકે છે, તેમની જગ્યાએ નવા કોચ જવાબદારી સાંભળી શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પ્રક્રિયા શરૂ કરી છે અને અરજીઓ મંગાવી છે.

એવામાં અહેવાલો મળી રહ્યા છે કે કોઈ વિદેશીને ભારતીય ટીમના નવા હેડ કોચ બનાવવામાં આવી શકે છે. આ માટે BCCIએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ સહિત કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, ભારતીય ટીમના નવા સંભવિત કોચની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓ ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણના નામ પણ સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ જસ્ટિન લેંગરનું નામ પણ દાવેદારોમાં છે.

BCCIએ સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નવા હેડ કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી. BCCIએ અરજી માટેની છેલ્લી તારીખ 27 મે નક્કી કરી છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે જો રાહુલ દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા ઈચ્છે, તો તેઓ આ પદ માટે ફરીથી અરજી કરી શકે છે. તેમની અરજી પર વિચાર કરવામાં આવશે.

હાલ રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળી રહ્યો છે. BCCIએ ODI વર્લ્ડ કપ 2023 સુધી દ્રવિડને કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ તે પછી BCCIએ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવ્યો હતો. આ વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો