ગૌતમ ગંભીરનું ધ્યાન ચેમ્પિયન ટ્રોફી પર નથી! જાણો ક્રિકેટ ચાહકો કેમ નારાજ થયા
![](/wp-content/uploads/2025/02/team-india-infighting-champions-trophy-gautam-gambhir-cricket-controversy.webp)
દુબઈ: આજથી 19 ફેબ્રુઆરીથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (ICC Champions Trophy 2025) થવા જઈ રહી છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ દુબઈમાં બાંગ્લાદેશ સામે આ ટુર્નામેન્ટમાં પહેલી મેચ (IND vs BAN) રમશે. પરતું સૌની નજર 23 ફેબ્રુઆરી પર છે, કેમ કે આ દિવસે ભારતીય ટીમ તેની કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમ સામે મેચ રમશે. આ ઉપરાંત ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ જીતવાનો પાક્કો ઈરાદો ધરાવે છે, જેના માટે દરેક ખેલાડી પ્રેક્ટીસ સેશનમાં સખત મેહનત કરી રહ્યો છે. એવામાં ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) વિવાદમાં ફસાયા છે, ગંભીરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય ટીમ 4 દિવસ પહેલા દુબઈ પહોંચી ગઈ છે. ત્યારથી ખેલાડીઓ નેટમાં પરસેવો પાડી રહ્યા છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે, ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર દુબઈમાં ‘છાવા’ (Chhaava Film) હોવા પહોંચ્યા હતાં. દુબઈના થીયેટરમાં ફિલ્મ જોઈને ગંભીરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી, જેને જોતા જ ભરતીય ટીમના ચાહકો નિરાસ થયા અને ગંભીરની ટીકા કરવા લાગ્યા.
Also read: એશિયન ચેમ્પિયન ટ્રોફીઃ ભારતીય મહિલા હોકી ટીમની પહેલી મેચ થાઈલેન્ડ સામે રમશે
ગંભીરને કેમ ટ્રોલ થયા?
વિક્કી કૌશલ સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘છાવા’ તાજેતરમાં રિલીઝ થઈ છે અને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને દુબઈમાં આ ફિલ્મ જોવાનું મન થયું હશે. ફિલ્મ જોયા બાદ તેમને સોશિયલ મીડિયા પર લખ્યું, ‘છત્રપતિ સંભાજી મહારાજ, માતૃભૂમિ પ્રત્યે સમર્પણ!’ ગંભીરે આ પોસ્ટ કરતાની સાથે જ તેઓ ક્રિકેટ ચાહકોના નિશાના પર આવી ગયા.
શું કહી રહ્યા છે યુઝર્સ?
એક યુઝરે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. જ્યારે બીજા એક યુઝરે કહ્યું, ‘ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણી ટીમને હારવા ન દો ભાઈ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કોચિંગ કરી લો ભાઈ, ફિલ્મ જોવા કેમ જઈ રહ્યા છો?’
ખેલાડીઓ પર નિયંત્રણ પણ કોચને છૂટ?
નોંધનીય છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારતીય ટીમને મળેલી કારમી હાર બાદ BCCIએ વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓ પર ઘણા નિયંત્રણ લાદ્યા હતાં. નવા નિયમો હેઠળ વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓના પરિવાર સાથે રહેવા પર મર્યાદા લાદવામાં આવી છે. જેનાથી ખેલાડીઓ ક્રિકેટ પ્રેક્ટીસ પર વધુ ધ્યાન આપી શકે. એવામાં હેડ કોચ ગૌતમ ગંભીર ફિલ્મ જોવા જતા ક્રિકેટ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ચાહકોને લાગી રહ્યું છે કે ICC ટૂર્નામેન્ટ પહેલા ગંભીર તેના કામ પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી રહ્યા, જે ટુર્નામેન્ટમાં ટીમના પરફોર્મન્સને અસર કરી શકે છે. નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ગૌતમ ગંભીર પર પણ પ્રેશર છે.