
ભારતીય હોકી ટીમે એશિયા કપ 2025ની ફાઈનલમાં આખરે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. રાજગીરમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટના સુપર-4 રાઉન્ડમાં પોતાના ત્રીજા અને અંતિમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ચીનને 7-0થી કચડી નાખીને નવમી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ફાઈનલમાં દક્ષિણ કોરિયાની સામે ટીમ ઈન્ડિયાએ રમવાનું રહેશે.
ટીમ ઈન્ડિયાએ આ વખતની ટૂર્નામેન્ટમાં એક પણ મેચમાં હાર્યા વિના જીતની સફર ખેડી છે. ભારતીય ટીમવતીથી સૌથી વધુ વખત ફાઈનલ રમનારી ટીમ બની છે, પરંતુ ટ્રોફી માટે તેની ટક્કર સૌથી વધુ ટૂર્નામેન્ટ જીતનારી સાઉથ કોરિયા સાથે થશે. બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પહેલા દિવસથી દબોદબો રહ્યો હતો, જ્યારે પુલ સ્ટેજમાં પહેલા ક્રમે રહેતા સુપર-4 રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી હતી. આ રાઉન્ડમાં પણ ભારતીય ટીમ સૌથી સફળ સાબિત થઈ છે, જ્યારે ત્રણ મેચમાંથી બે જીત સાથે સાત પોઈન્ટથી પહેલા ક્રમે રહી હતી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની આક્રમક વલણને કારણે ચીનને પરાસ્ત કરવામાં સફળ રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પણ ચીન સાથે થઈ હતી, જેમાં ચીને ભારતને જોરદાર ફાઈટ આપી હતી. ટીમ ઈન્ડિયાના સંઘર્ષ પછી પણ 4-3 મેચ જીત્યું હતું. આમ છતાં ટીમ ઈન્ડિયાના કોચ ક્રેગ ફુલ્ટનની ટીમના આગળ ડ્રેગનને પરાસ્ત કરવામાં ખેલાડીઓનો એટેક મજબૂત રહ્યો હતો. પરિણામ એ હતું કે સાત મિનિટમાં 2-0થી આગળ રહ્યું હતું. પહેલો ગોલ શૈલાનંદ લાકડાએ કર્યો હતો, જ્યારે બીજો ગોલ દિલપ્રીત સિંહે કર્યો હતો. એના પછી અઢારમી મિનિટમાં મંદીપે ગોલ દાગ્યો હતો.
ચીન સામે બીજા હાફમાં ભારતીય ટીમનો મજબૂત એટેક રહ્યો હતો, જેમાં રાજકુમાર પાલ અને સુખજીત સિંહે દોઢ મિનિટમાં બે ગોલ કર્યા હતા, જ્યારે અભિષેકે છેલ્લે વધુ એક ગોલ કર્યો હતો, જેમાં ચીન સામે ભારતનો એકતરફી 7-0 ગોલ કર્યો હતો. ભારતીય ટીમે પુલ સ્ટેજ અને સુપર-ચારમાં કૂલ મળીને છ મેચ રમ્યું છે, જેમાં પાંચ મેચ જીતીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયા પૂરી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી.