એરપોર્ટ પર ટાઇમપાસ કરવા આ શું કર્યું ટીમ ઈન્ડિયાએ? તમે જાતે જ જોઈ લો…
આજકલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને લોકો કંઈ પણ કરીને સોશિયલ મીડિયા પર એક્ટિવ અને સતત ટ્રેન્ડમાં રહેવા માંગે છે. આ જ કારણ છે કે અમુક ઘટનાઓ કે ફોટો ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થવા લાગે છે.
આવું જ કંઈક ટીમ ઇન્ડિયા સાથે પણ બન્યું છે. T-20 માટે ગુહાટી જઈ રહેલી ટીમના ખેલાડીઓ ટાઈમપાસ કરવા માટે એરપોર્ટ કંઈક એવું કર્યું હતું કે એ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ અને આખરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એવું તે શું કર્યું કે તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા?
હવે એ વાત તો બધા જ જાણે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ ગુહાટી ખાતે સાંજે 7 કલાકે રમાશે. અહીંયા તમને જણાવી દઈએ કે પાંચ મેચની આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનુ પલડુ ખૂબ જ ભારી છે કારણ કે ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-0થી લીડ પર છે. પરંતુ આજે ગુહાટી જવા માટે નીકળેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એરપોર્ટ પર ટાઇમપાસ કરવા માટે એવું કારનામું કર્યું હતું કે એના ફોટો જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા.
વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયા ગુહાટી જવા નીકળી હતી ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા જોતા બોર થઈ ગયેલા ટીમના ખેલાડીઓ નજીકમાં જ એક ખાલી પડેલી બુલેટ બાઈક જોઈ હતી અને બસ પછી તો પૂછવું જ શું આ બુલેટ બાઈક પર બેસીને પ્લેયર્સે ફોટાસેશન કરવાનું શરૂ કરી દીધું હતું.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે ડિપાર્ચર સમયે ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયરો બાઈક પર બેસીને સમય પસાર કરી રહ્યા છે તો વળી તેમની પાછળ કેટલાક અન્ય ખેલાડીઓ બેઠા છે.
ફોટોમાં બાઈક પર અક્ષર પટેલ અને પાછળ આવેશ ખાન બેઠેલો જોવા મળી રહ્યો છે, જ્યારે તેની સાથે રવિ બિશનોઈ અને અને બીજા પણ કેટલાક લોકો ત્યાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને આ લોકો ફોટો પડાવતા દેખાઈ રહ્યા છે.
બીજી બાજું ટીમના અન્ય ખેલાડીઓ પાછળની તરફ બેઠેલા દેખાઈ રહ્યા છે જેમાં સુર્યકુમાર યાદવ સહિતના પ્લેયરો સહિત અન્ય ટીમના મેમ્બર પર સાથે જોવા મળી રહ્યા છે… તો આમ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એરપોર્ટ પર એકલી અટૂલી ઉભી રહેલી બાઇક પર બેસીને ફોટો પોતાનો ટાઈમપાસ તો કર્યો જ હતો પણ એની સાથે સાથે થોડી ક્ષણો માટે એ બાઈકની એકલતા પણ દુર કરી દીધી હતી…