સ્પોર્ટસ

એશિયા કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયા, તોડ્યા અનેક રેકોર્ડ્સ

કોલંબો: એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે શ્રીલંકાને ફક્ત ૧૫.૨ ઓવરમાં ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરતા સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૬.૧ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૫૧ રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ટીમ ઇન્ડિયાએ અનેક રેકોર્ડ તોડ્યા હતા.

ૄ શ્રીલંકાએ તેની પાંચમી વિકેટ (૫ વિકેટે ૧૨) પડ્યા બાદ ભારત સામે વન-ડેમાં તેનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.

ૄ મોહમ્મદ સિરાજે આ મેચમાં તેની ૫૦મી વન-ડે વિકેટ ઝડપી હતી જે આ ફોર્મેટમાં કોઈપણ બોલર દ્વારા બીજી સૌથી ઝડપી ૫૦ વિકેટ છે. આ રેકોર્ડ અજંતા મેન્ડિસ (૮૪૭ બોલ)ના નામે છે.

ૄ ભારતે મેચની દસ ઓવરમાં છ વિકેટ ઝડપી હતી, જે અત્યાર સુધીના વન-ડે ફોર્મેટમાં ટીમ માટે સૌથી વધુ છે.

ૄ આ મેચમાં શ્રીલંકાએ ૫૦ રન બનાવ્યા જે વન-ડે ફોર્મેટમાં ભારત વિરુદ્ધ કોઇ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે.

ૄ એશિયા કપના વન-ડે ઇતિહાસમાં માત્ર બીજી વખત એવું બન્યું કે ઝડપી બોલરોએ તમામ ૧૦ વિકેટ ઝડપી હોય. અગાઉ આ જ એશિયા કપમાં પાકિસ્તાનના ઝડપી બોલરોએ ભારત સામેની તમામ વિકેટો ઝડપી હતી.
ૄ શ્રીલંકા એક વન-ડે (૧૫.૨)ની સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ થનારી પૂર્ણ-સભ્ય હોય તેવી એશિયન ટીમ બની ગઈ છે.

ૄ સિરાજે મેચમાં પાંચ વિકેટ ઝડપવા માટે માત્ર ૧૬ બોલ લીધા હતા જે વનડેમાં કોઈપણ બોલર દ્વારા સૌથી ઓછા બોલ છે.

ૄ સિરાજ આશિષ નેહરા પછી શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં છ વિકેટ ઝડપનારો બીજો ખેલાડી છે.

ૄ ભારત એકમાત્ર ટીમ બની છે જેણે વન-ડે ફાઇનલમાં બે વખત દસ વિકેટે જીત મેળવી હતી. અગાઉ ઝિમ્બાબ્વે સામે શારજાહમાં ૧૯૯૮માં (૦ વિકેટે ૧૯૭) ૧૦ વિકેટે જીત મેળવી હતી.

ૄ મેચમાં બાકી બોલ (૨૬૩) રાખીને ટીમ ઇન્ડિયાએ મેળવેલી આ વન-ડેમાં સૌથી મોટી જીત છે, ઉપરાંત વન-ડે ફાઇનલમાં સૌથી મોટી જીત છે.
ૄ તે ભારત સાથે સંકળાયેલી સૌથી ટૂંકી વન-ડે મેચ છે જેમાં માત્ર ૧૨૯ બોલ ફેંકવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button