T20 World Cup 2024સ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ વિવાદના ઘેરામાં, ટીમોએ ICCને ફરિયાદો નોંધાવી

T20 વર્લ્ડ કપ હમણાં જ શરૂ થયો છે, પરંતુ તે પહેલાથી જ વિવાદોમાં ઘેરાઇ ગયો છે. ICC ભારતની તરફેણ કરી રહ્યું હોવાના આક્ષેપો થવા માંડ્યા છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમો લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરતી હોવાથી ભારતની ટીમને વધુ સારી સેવા મળી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

શ્રીલંકા, આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને તેમની મેચો માટે ફ્લોરિડાથી ન્યૂ યોર્ક જતા સમયે નોંધપાત્ર મુસાફરી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આનાથી ટીમોનો ચહેરો લાલ થઈ ગયો છે, અને શંકાસ્પદ લોજિસ્ટિક્સ માટે ICCને દોષિત ઠેરવ્યો છે. શ્રીલંકાની ટીમે તેની પ્રથમ T20 વર્લ્ડ કપ મેચ ન્યૂયોર્કમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી અને પછી બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ માટે તેને ફ્લોરિડા જવું પડ્યું હતું.

Read More: T20 World Cup: ટચૂકડા પીએનજી સામે જીતતા ભૂતપૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝના નાકે દમ આવી ગયો!

શ્રીલંકા અને આયર્લેન્ડે શુક્રવારે ફ્લોરિડામાં ભારે તડકામાં વોર્મ-અપ મેચ રમી હતી. ત્યાર બાદ તેમને ચાર્ટ્ડ ફ્લાઇટ દ્વારા ન્યૂયોર્ક પહોંચવાનું હતું, જેની માટે તેમણે ICCના કોઇ પણ નિર્દેશ વિના એરપોર્ટ પર સાતથી આઠ કલાક રાહ જોવી પડી હતી. તેમને સાંજે આઠ વાગે ન્યૂ યોર્ક પહોંચવાનું હતું, પરંતુ બંને ટીમો બીજા દિવસે સવારે પાંચ વાગે ન્યૂ યોર્ક પહોંચી હતી, જેના કારણે શ્રીલંકાને તેનું પ્રેક્ટિસ સેશન રદ કરવાની ફરજ પડી હતી (જે તેમની દ. આફ્રિકા સામેની આજની મેટ માટે જરૂરી હતું.)

ટીમ ઈન્ડિયાને આ વર્લ્ડ કપ માં ઘણી સુવિધા મળી રહી છે. તેઓને તેમના ટ્રેનીંગ ગ્રાઉન્ડ અને નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમથી થોડી મિનિટો દૂર જ રહેઠાણ આપવામાં આવ્યું છએ. તેઓ T20 વર્લ્ડ કપમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તેમની ત્રણ મેચ રમવાના છે, જ્યારે શ્રીલંકાને તેમના પ્રેક્ટિસ ગ્રાઉન્ડથી 1.5 કલાક દૂર આવેલી હોટલમાં રાખવામાં આવ્યા છે.

Read More: T20 World Cup: ભૂતપૂર્વ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે પાપુઆ ન્યૂ ગિનીએ 136 રન બનાવ્યા!

એક એવા અહેવાલ પણ આવ્યા હતા કે , ભારતે ICCને બાંગ્લાદેશ સામેની તેમની પ્રેક્ટિસ મેચ, ફ્લોરિડાથી ન્યૂયોર્ક સુધી ફરીથી શેડ્યૂલ કરવા માટે કહ્યું હતું, કારણ કે તેઓ ત્યાં જવા-આવવામાં ઘણો સમય પસાર કરવા માંગતા ન હતા. ICCને ભારતની વાત માની હતી અને તેમની મેચ રિશેડ્યુલ કરી હતી, જેને કારણે બાકીની ટીમના સભ્યોમાં ગુસ્સાની લાગણી ફેલાઇ છે અને તેઓ કહી રહ્યા છે કે ભારતને preferential treatmentમળી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
એમ જાણવા મળ્યું છએ કે શ્રીલંકા, આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ આ અંગે ICCને ફરિયાદ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button