IPL 2024સ્પોર્ટસ

અમદાવાદની ગરમી અને ભીડ વચ્ચે પ્રેક્ષકો ક્યાંક…

ભારત પાકિસ્તાનાન ક્રિકેટમેચની ઘડીઓ ગણાઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાન સાથે ફિલ્મજગત, ઉદ્યોગજગતના માંધાતાઓ સ્ટેડિયમમાં આવવાની તૈયારી છે. અહીં પહેલા એકાદ કલાકનો મનોરંજન કાર્યક્રમ છે, જેમાં અરિજીત સિંહથી માંડી મોટા કલાકારોના પર્ફોર્મન્સ છે. જોકે અમદાવાદમાં હાલમાં વાતાવરણ થોડું વાદળછાયું છે, પરંતુ સખત બફારો ને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભર્યુ છે.

આ ક્રિકેટ મેચમાં અંદાજે લાખ કરતાં વધુ પ્રેક્ષકો ઉમટી પડવાના છે, ભારે ભીડ અને બપોરના સમયે બફારા- ગરમીના માહોલ વચ્ચે ચક્કર ખાઈને બેભાન થવા, ડીહાઈડ્રેશન થવાના, પડી જવા સહિતની સમસ્યા સર્જાઈ શકે છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન આક્રોશ, ઉત્સાહમાં પ્રેક્ષકની તબિયત લથડે તેવી સ્થિતિમાં આ વખતે ઈમરજન્સી ટીમ દ્વારા સ્ટેડિયમ પાસે કુલ 12 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.


અમદાવાદના મોટેરા પાસેના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અગાઉ મેચ રમાઈ ત્યારે અંદાજે 40 હજાર જેટલા પ્રેક્ષકો એકત્ર થયા હતા, એ વખતે કુલ છ એમ્બ્યુલન્સ મૂકવામાં આવી હતી, જોકે આ વખતે ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવાનો ઉત્સાહ વધુ હોવાથી સ્ટેડિયમમાં ભરચક ભીડ એકત્ર થવાની હોઈ એમ્બ્યુલન્સની સંખ્યા ડબલ કરવાનો નિર્ણય લેવાયો છે.


છેલ્લે મેચ હતી ત્યારે 25 પ્રેક્ષકને ચક્કર આવતાં બેભાન થયા છે અને 10 જેટલા લોકોને તાવ આવ્યો હતો, 20થી વધુને શરીર તૂટવું અને માથામાં દુઃખાવાની સમસ્યા થઈ હતી, 7 જેટલાને બીપીની સમસ્યા, પડી જવાના બે કિસ્સા બન્યા હતા. એકંદરે 80થી વધુ પ્રેક્ષકોને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. શનિવારની મેચ વખતે જો વધુ એમ્બ્યુલન્સની જરૂર પડે તો આસપાસના વિસ્તારમાંથી બોલાવાશે, તેમ પણ જાણવા મળ્યું છે.
હાલમાં અમદાવાદનો પારો 34 ડિગ્રીએ છે, પરંતુ વાતાવરણમાં ગરમીનો અનુભવ વધારે થાય છે. વાતાવરણ બધી રીતે ક્રિકેટપ્રેમીઓને સાથ આપે તેવી આશા સેવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button