Welcome back champions: ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી, થોડીવારમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત

Welcome back champions: ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી, થોડીવારમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) આજે ગુરુવારે વહેલી સવારે એર ઈન્ડિયા સ્પેશિયલ પ્લેન દ્વારા દિલ્હી(Delhi airport) પહોંચી છે. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓનું એરપોર્ટ પર ક્રિકેટ ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય(ITC Maurya) હોટલ પહોંચ્યા, આજે તમામ ખેલાડીઓ વડા પ્રધાન મોદીને મળશે. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે.

બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની પણ હોટલ પહોંચી ગયા છે. વિરાટ કોહલીનો પરિવાર પણ આઈટીસી મૌર્ય હોટેલ પહોંચ્યો હતો. વિરાટનો ભાઈ વિકાસ કોહલી અને તેની બહેન હોટલ પહોંચી ગયા છે.

BCCIએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. જુઓ વિડીયો.

https://twitter.com/BCCI/status/1808693845208498491

બાર્બાડોસથી દિલ્હી પહોંચેલી ભારતીય ટીમના ખેલાડીઓ હોટલમાં આરામ કરી રહ્યા છે. ખેલાડીઓ આજે સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત કરી શકે છે.

કેટેગરી ચાર વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં 3 દિવસ સુધી ફસાયેલા રહ્યા બાદ ભારતીય ટીમ આખરે બુધવારે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સ્પેશિયલ ફ્લાઇટ મારફતે રવાના થઇ હતી, ટીમ આજે સવારે દિલ્હી પહોંચી હતી. ભારતીય ટીમ આજે સવારે 6.15 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી.

સંબંધિત લેખો

Back to top button