સ્પોર્ટસ

કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14મી ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ બ્રિસ્બેનમાં રમાશે, જેમાં બંને ટીમો શ્રેણીમાં 2-1ની લીડ લેવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ભારતીય ટીમ બ્રિસ્બેન જવા રવાના થઇ હતી, પરંતુ આ દરમિયાન એક યુવા ભારતીય ખેલાડીએ કંઈક એવું કર્યું જેના કારણે ટીમ ઈન્ડિયા તેની ફ્લાઈટ મિસ થતા થતા રહી ગઇ હતી. આ યુવા ખેલાડી એટલે યશસ્વી જયસ્વાલ. આ જ કારણે કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જયસ્વાલથી નારાજ પણ થયા હોવાના અહેવાલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા એડિલેડના સ્થાનિક સમય અનુસાર સવારે 8.30 વાગ્યે એડિલેડની હોટલથી રવાના થવાનું હતું. ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ બસમાં ચડી ગયો હતો. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત આખી ટીમ બસમાં આવી ગઇ હતી, યશસ્વી જયસ્વાલ સમયસર પહોંચી શક્યો નહોતો. થોડી વાર તો બધાએ યશસ્વીની રાહ જોઇ, પણ પછી ફ્લાઇટ મિસ થવાનું જોખમ વધી ગયું. એવા સમયે કેપ્ટન રોહિત બસમાંથી નીચે ઉતર્યા અને તેમણે ટીમ મેનેજર લાયઝન ઓફિસર સાથે વાત કરી. આ વાતચીત બાદ બસ એરપોર્ટ જવા રવાના થઈ ગઇ હતી.

જ્યારે યશસ્વી જયસ્વાલ સિક્યોરિટી ઓફિસર સાથે બહાર આવ્યો ત્યારે તેના હાથમાં કેટલીક વસ્તુઓ હતી. તે પોતાનો સામાન હોટેલમાં ભૂલી ગયો હતો, જે લેવા માટે પરત રૂમમાં ગયો હતો. તેણે જોયું કે બસ તો તેને લીધા વગર નીકળી ગઇ હતી. જોકે, થોડા સમયમાં તેના માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી અને યશસ્વીને કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. તેણે પણ ટીમ ઇન્ડિયા સાથે જ બ્રિસ્બેનની ફ્લાઇટ પકડી હતી.

Also Read – બુમરાહની બોલિંગમાં થોડા વધુ ફટકા તો મારવા જ છેઃ ઓપનર મૅક્સ્વીની…

ભારતીય ટીમે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી, ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં તેને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે બંને ટીમો 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના દૃષ્ટિકોણથી આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button