16 વર્ષની તન્વીએ ભારતને બૅડ્મિન્ટનમાં 17 વર્ષ પછીનો પ્રથમ વર્લ્ડ મેડલ અપાવ્યો...
સ્પોર્ટસ

16 વર્ષની તન્વીએ ભારતને બૅડ્મિન્ટનમાં 17 વર્ષ પછીનો પ્રથમ વર્લ્ડ મેડલ અપાવ્યો…

ગુવાહાટીઃ ભારતની 16 વર્ષની બૅડમિન્ટન ખેલાડી તન્વી શર્મા અહીં રવિવારે બીડબ્લ્યૂએફ વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ તો ચૂકી ગઈ, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતીને ભારતને મોટી સિદ્ધિ અપાવી હતી. ભારત 17 વર્ષે બૅડમિન્ટનની આ જુનિયર વિશ્વ સ્પર્ધામાં ચંદ્રક જીત્યું છે.

તન્વી શર્મા (Tanvi Sharma) આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન સાઇના નેહવાલ અને અપર્ણા પોપટ પછીની ત્રીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી. જોકે ફાઇનલ (Final)માં તન્વીનો થાઇલૅન્ડની અન્યાપત ફિચિતપ્રીચસાક સામે 7-15, 12-15થી પરાભવ થયો હતો.

સાઇના 2008માં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને 2006માં સિલ્વર મેડલ જીતી હતી. ગુજરાતી ખેલાડી અપર્ણા પોપટે 1996માં સિલ્વર મેડલ જીતી લીધો હતો.

ખુદ તન્વીએ ફાઇનલમાં હાર્યા પછી કહ્યું, ` ખરું કહું તો આ મૅચમાં હું પૂરેપરી સ્વસ્થ નહોતી. મૅચની શરૂઆતથી જ મારાથી ઘણી ભૂલો થઈ ગઈ હતી. બીજી ગેમમાં મેં શરૂઆત સારી કરી હતી, પણ પછીથી ભૂલો કરવા માંડી એટલે છેવટે હું હારી ગઈ.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button