આજથી એશિયા કપમાં સુપર-ફોર રાઉન્ડ: બાંગ્લાદેશ સામે શ્રીલંકા ફેવરિટ

દુબઇ: એશિયા કપમાં અહીં આજે ટોચની ચાર ટીમ વચ્ચેનો સુપર-ફોર (Super 4) રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં પ્રથમ મૅચ આજે (રાત્રે 8.00 વાગ્યાથી) શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.
બાંગ્લાદેશ (BANGLADESH)ની ટીમ મહા મહેનતે આ રાઉન્ડમાં પહોંચી છે, જ્યારે લીગ રાઉન્ડમાં એને છ વિકેટે હરાવીને અપરાજિત રહેલી શ્રીલંકા (SriLanka)ની ટીમ આજે જીતવા માટે થોડી ફેવરિટ છે.
બાંગ્લાદેશને આજે જીતવા માટે સૌથી વધુ ભરોસો કેપ્ટન લિટન દાસ પર છે, કારણકે આ વર્ષના ટી-20 ફોર્મેટના તમામ બૅટ્સમેનોમાં લિટન દાસ 513 રન સાથે મોખરે છે.
THE SUPER s ARE HERE!
— AsianCricketCouncil (@ACCMedia1) September 19, 2025
Mark your calendars, the final leg of the #DPWorldAsiaCup2025 promises to deliver action, thrill & drama! #ACC pic.twitter.com/B3eCfPEkKy
આવતી કાલે ફરી ભારત વિરુદ્ધ પાકિસ્તાન
ભારતે લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને અનેક વિવાદો અને એની નાલેશી વચ્ચે સાત વિકેટે કચડી નાખ્યું ત્યાર બાદ આવતી કાલે (રવિવાર 21મી સપ્ટેમ્બરે રાત્રે 8.00 વાગ્યાથી) દુબઈમાં આ બંને કટ્ટર ટીમ વચ્ચે સુપર-ફોર રાઉન્ડની મૅચ રમાશે. શુક્રવારે રાત્રે ભારતે ઓમાન જેવી નાની ટીમ સામે માંડ 21 રનથી વિજય મેળવ્યો એ જોતાં હવે આવતી કાલે સૂર્યકુમાર યાદવની ટીમે પાકિસ્તાન સામે ૨૦૦ ટકા ક્ષમતાથી રમવું પડશે અને એને પરાજયની વધુ એક લપડાક લગાવવી પડશે.
સુપર-ફોર રાઉન્ડમાં કઈ મૅચો રમાશે?
આજે શરૂ થઈ રહેલા સુપર-ફોર રાઉન્ડમાં કુલ છ મૅચ રમાશે. દરેક દેશ એકબીજા સામે એક-એક મૅચ રમશે અને આ રાઉન્ડમાં સૌથી સારું પર્ફોર્મ કરનાર બે ટીમ 28 સપ્ટેમ્બરની ફાઇનલમાં જશે.
આ પણ વાંચો…અંતે ICCએ PCBની જીદ માનવી પડી! એશિયા કપ અંગે લીધો મોટો નિર્ણય