બાંગ્લાદેશે શ્રીલંકાને સુપર-ફોરમાં એક બૉલ બાકી રાખીને હરાવ્યું...
T20 એશિયા કપ 2025

બાંગ્લાદેશે શ્રીલંકાને સુપર-ફોરમાં એક બૉલ બાકી રાખીને હરાવ્યું…

દુબઈઃ એશિયા કપના સુપર-ફોર રાઉન્ડની પ્રથમ મૅચમાં શનિવારે શ્રીલંકા (7/168) સામે બાંગ્લાદેશ (19.5 ઓવરમાં 6/169)નો એક બૉલ બાકી રાખીને ચાર વિકેટે વિજય થયો હતો. આ રાઉન્ડમાં કુલ ચાર ટીમ છે અને દરેક ટીમે એકમેક સામે એક-એક મૅચ રમવાની છે. ટોચની બે ટીમ 28મી સપ્ટેમ્બરની ફાઇનલમાં પહોંચશે.

બાંગ્લાદેશને ઓપનર સૈફ હસને 61 રન અને તૌહિદ રિદોયે 58 રન કર્યા હતા. મૅચની અંતિમ પળોમાં બન્ને ટીમ બરાબરીમાં આગળ વધી રહી હતી. છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશે પાંચ રન કરવાના હતા.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટે 168 રન કર્યા હતા જેમાં દાસુન શનાકા (64 અણનમ, 37 બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) અને કુસાલ મેન્ડિસ (34 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ના મોટા યોગદાન હતા.

https://twitter.com/CricketTimesHQ/status/1969465006300237992

લીગ રાઉન્ડમાં અફઘાનિસ્તાનના પરાજયને કારણે સુપર-ફોરમાં પહોંચેલા બાંગ્લાદેશ વતી મુસ્તફિઝૂર રહમાને ત્રણ અને મેહદી હસને બે વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button