ઈજાગ્રસ્ત હાર્દિક ટીમની બહાર, રિન્કુ સિંહ પ્લેઇંગ-ઇલેવનમાં

દુબઈઃ ભારતે એશિયા કપની પાકિસ્તાન સામેની ઐતિહાસિક ફાઇનલમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી છે. જોકે બૅડ ન્યૂઝ એ છે કે છેલ્લી ઘણી મૅચોમાં હરીફ ટીમની ઇનિંગ્સમાં પ્રથમ ઓવર કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે આજે નહીં રમે. જોકે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીમમાં કમબૅક કર્યું છે.
રિન્કુ સિંહને આ ટૂર્નામેન્ટમાં પહેલી જ વખત રમવાની તક મળી છે. છેલ્લે તે મે મહિનામાં આઇપીએલમાં રમ્યો હતો. શિવમ દુબેએ પણ ટીમમાં કમબૅક કર્યું છે. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ઇલેવનની બહાર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાને ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.
શાસ્ત્રીની સાથે વકાર પણ મેદાન પર!
સૂર્યકુમાર યાદવે ટૉસ વખતે સિક્કો ઉછાળ્યો હતો અને પાકિસ્તાની સુકાની સલમાન આગાએ હેડ્સનો કૉલ આપ્યો હતો. જોકે ટેઇલ પડતાં સૂર્યકુમારે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રવિ શાસ્ત્રી અને વકાર યુનુસે ટૉસ સમયે કૅપ્ટનના ઇન્ટરવ્યૂ લીધા હતા. ફાઇનલમાં તટસ્થ પ્રેઝન્ટર રાખવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એસીસીને વિનંતી કરી હતી જેને પગલે શાસ્ત્રીની સાથે વકારને પણ પ્રેઝન્ટર તરીકે રાખવામાં આવ્યો છે.
બન્ને દેશની ટીમઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કૅપ્ટન), સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સઇમ અયુબ, હુસેન તલત, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબ્રાર અહમદ.
આ પણ વાંચો…ભારતની જીત માટે બિહારમાં હવન, ઠેર-ઠેર પૂજા અને પ્રાર્થના