સૂર્યકુમાર ટૉસ કા બૉસ, ફીલ્ડિંગ પસંદ કરીઃ જાણી લો, કોણ છે પ્લેઇંગ-ઇલેવનમાં…
ભારતે કેટલા નિષ્ફળ પ્રયાસ પછી ટૉસ જીત્યો જાણો છો?: કોના પર વધુ મદાર રાખ્યો?

દુબઈઃ ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે ટી-20 એશિયા કપ (Asia cup)માં યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR yadav) ટૉસ (Toss) જીતીને બોલિંગ પસંદ કરી હતી અને યુએઇની ટીમને પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યું હતું.
ભારત 15 પ્રયાસ બાદ ટૉસ જીતવામાં સફળ થયું છે. છેલ્લે ભારતની મેન્સ ટીમ જાન્યુઆરી, 2025માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20માં ટૉસ જીતી હતી.
ભારતના ટીમ મૅનેજમેન્ટે યુએઇ સામેની મૅચ માટે સ્પિનર્સ (અક્ષર, કુલદીપ, વરુણ ચક્રવર્તી) પર વધુ ભરોસો રાખ્યો છે અને વિકેટકીપર તરીકે જિતેશ શર્માને બદલે સંજુ સૅમસનને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો છે. જોકે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની અવગણના શૉકિંગ છે. તેને બદલે ઑલરાઉન્ડર શિવમ દુબેને સિલેક્ટ કરવામાં આવ્યો છે. હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન નથી મળ્યું.
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
યુએઇઃ મુહમ્મદ વસીમ (કૅપ્ટન), રાહુલ ચોપરા (વિકેટકીપર), મુહમ્મદ ઝોહૈબ, આસિફ ખાન, અલીશાન શરાફુ, ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, હૈદર અલી, મુહમ્મદ રોહિદ, જુનૈદ સિદ્દિક અને સિમરનજીત સિંહ.
આ પણ વાંચો…એશિયા કપની તૈયારીઓ વચ્ચે હાર્દિકની ઘડિયાળે લોકોનું ધ્યાન ખેચ્યું, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો