અક્ષર પટેલની માથાની ઈજા વિશે ફીલ્ડિંગ-કોચે અપડેટ આપ્યું, જાણો શું કહ્યું…

દુબઈઃ ભારતીય ઑલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel)ને શુક્રવારે અહીં ઓમાન સામેની એશિયા કપ (Asia cup)ની અંતિમ લીગ મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન માથામાં ઈજા થઈ હતી એ વિશે ભારતીય ક્રિકેટ ટીમના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ` અક્ષર પટેલને માથા (Head)ને હવે ઘણું સારું છે.
ઓમાનની ઇનિંગ્સની 15મી ઓવરમાં અક્ષર પટેલ એક કૅચ ઝીલવા ગયો ત્યારે તેને માથામાં ઈજા (injury) થઈ હતી જેને પગલે તે તરત જ મેદાન પરથી જતો રહ્યો હતો.
ઓમાનનો હમ્માદ મિર્ઝા બહુ સારા ફૉર્મમાં રમી હતો. તેના એક શૉટમાં બૉલ રોકવામાં અક્ષર ભૂલ કરી બેઠો હતો અને નીચે પટકાતાં તેેને માથામાં વાગ્યું હતું.
પાકિસ્તાન સામેના રવિવાર, 21મી સપ્ટેમ્બરના મુકાબલાને આડે બહુ ઓછો સમય છે ત્યારે અક્ષરની ઈજાએ ટીમને ચિંતામાં મૂકી દીધી છે.

ટી. દિલીપે પત્રકારોને શનિવારે સવારે કહ્યું હતું કે ` હું હમણાં જ અક્ષરને મળ્યો. તેને હવે માથામાં ઘણું સારું છે. બસ, હાલના તબક્કે હું આટલું જ કહી શકું.’
ઓમાન સામે અક્ષર સારું રમ્યો હતો. તેણે 13 બૉલમાં 26 રન કર્યા હતા. જોકે પછીથી તે એક જ ઓવર બોલિંગ કરી શક્યો હતો. ભારતે આઠ વિકેટે 188 રન કર્યા બાદ ઓમાનની ટીમે ભારતના આઠ બોલરનો હિંમતથી સામનો કર્યો હતો અને માત્ર ચાર વિકેટના ભોગ 167 રન કર્યા હતા. ભારતને માત્ર 21 રનના તફાવતથી જીતવા મળ્યું હતું.
આ પણ વાંચો…પાકિસ્તાનની ઐસી કી તૈસીઃ રવિવારે ભારત સામેની મૅચમાં પાયક્રૉફ્ટ જ મૅચ-રેફરી નિયુક્ત