શ્રીલંકાના સ્પિનરને જીત્યા બાદ કોચ જયસૂર્યાએ કહ્યું, તારા પિતાનું નિધન થયું છે

અબુ ધાબી: શ્રીલંકાના બાવીસ વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ નેથમિકા વેલ્લાલગે (Dunith Wellalage) માટે ગુરુવારે અફઘાનિસ્તાન સામેના વિજયની ઉજવણી ક્ષણજીવી નીવડી હતી, કારણકે તે જીત્યા બાદ સાથીઓ જોડે પાછો આવી રહ્યો હતો ત્યારે મેદાન પર જ તેને એક દુઃખદ સમાચાર મળ્યા હતા. વેલ્લાલગેને કોચ સનથ જયસૂર્યાએ જાણ કરી હતી કે તારા પિતાનું દેહાંત (Father’s death) થયું છે.

અફઘાનિસ્તાન (20 ઓવરમાં 8/169) સામે ગુરુવારે શ્રીલંકા (18.4 ઓવરમાં 4/171)નો છ વિકેટે વિજય થયો હતો. એ સાથે, ગ્રૂપ ‘ બી’માંથી શ્રીલંકા (SriLanka) જોડે બાંગ્લાદેશ સુપર-ફોર રાઉન્ડમાં ગયું હતું અને અફઘાનિસ્તાને આ સ્પર્ધામાંથી વિદાય લીધી હતી. નુવાન થુસારાએ માત્ર 18 રનમાં અફઘાનિસ્તાનની ચાર વિકેટ લીધી હતી, પરંતુ ઓપનિંગમાં આવીને છેક સુધી ક્રીઝમાં ટકી રહેલા કુસાલ મેન્ડિસ (અણનમ 74)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
क्रिकेट का यह पल बेहद दुखद रहा। श्रीलंका के युवा और प्रतिभाशाली ऑलराउंडर दुनीथ वेललागे ने मैच में पाँच छक्के झेले, और उसी क्षण उनके पिता का हृदयाघात से दुखद निधन हो गया। खेल में हार-जीत सामान्य है, लेकिन यह क्षति असहनीय है।pic.twitter.com/WMcosIYemX
— सतीश गढ़िया (@satish_garia) September 19, 2025
વેલ્લાલગેને તેના પિતા બીમાર હોવાની અગાઉથી જાણ હતી, પણ મૅચ ચાલુ હતી ત્યારે ટીમ મૅનેજરને શ્રીલંકાથી તેમના અવસાન વિશેના સમાચાર મળ્યા હતા. જયસૂર્યાએ કે મેનેજરે મૅચમાં બ્રેક દરમ્યાન પણ વેલ્લાલગેને જાણ નહોતી કરી કે જેથી કરીને તે શ્રીલંકાને વિજય અપાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે.
શ્રીલંકાની ટીમ જીતીને પાછી આવી રહી હતી ત્યારે બધા ડ્રેસિંગ રૂમમાં પહોંચે એ પહેલાં ગ્રાઉન્ડ પર વેલ્લાલગેને દુઃખદ સમાચાર અપાયા હતા. વેલ્લાલગે ખૂબ રડ્યો હતો. જયસૂર્યા, મૅનેજર તેમ જ સાથી ખેલાડીઓએ તેને શાંત રાખીને દિલાસો આપ્યો હતો. વેલ્લાલગે યુએઈથી પહેલી જ ફ્લાઈટમાં કોલંબો જવા રવાના થયો હતો. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાની હજી બેથી ત્રણ મૅચ બાકી છે. જોકે વેલ્લાલગે ક્યારે પાછો આવશે અને ફરી આ ટૂર્નામેન્ટમાં રમશે કે નહીં એ નક્કી નથી.
શ્રીલંકાનો હવે શનિવાર, 20મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે મુકાબલો છે. રવિવાર 21મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે.
વેલ્લાલગે માટે ગુરૂવાર બીજી રીતે પણ કમનસીબ
સ્પિનર વેલ્લાલગેએ ગુરુવારે અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝડ્રાન (24 રન)ની વિકેટ તો લીધી હતી, પરંતુ પછીથી તેની બોલિંગ ખૂબ ખર્ચાળ સાબિત થઈ હતી. અફઘાનિસ્તાનની 20મી ઓવર તેને સોંપાઈ હતી જેમાં મોહમ્મદ નબીએ પાંચ બૉલમાં પાંચ સિક્સર (6, 6, 6, 1 નો-બૉલ, 6, 6) ફટકારી હતી. એ ઓવરમાં કુલ 32 રન બન્યા હતા. નબી 60 રનના પોતાના સ્કોર પર છેલ્લા બૉલે રનઆઉટ થયો હતો.
વેલ્લાલગેનો સૌથી સારો પર્ફોર્મન્સ ભારત સામે
વેલ્લાલગે શ્રીલંકા વતી કુલ 37 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ 46 વિકેટ લીધી છે. તેણે વન-ડે ફોર્મેટમાં બે વખત પાંચ વિકેટ લીધી છે અને એ બંને સિદ્ધિ તેણે ભારત સામે મેળવી છે.
આપણ વાંચો: 40 વર્ષના નબીની 6, 6, 6, 6, 6ની આતશબાજી પછી અફઘાનિસ્તાન આઉટ