એશિયા કપના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને… | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

એશિયા કપના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને…

અબુ ધાબીઃ રાશીદ ખાનના સુકાનમાં અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મૅચમાં હૉંગ કૉંગ (hong kong) સામે ટૉસ (Toss) જીતીને બૅટિંગ પસંદ કરી હતી. આ મૅચ અબુ ધાબી (abu dhabi)ના જગવિખ્યાત શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામેની ટાયેન્ગ્યૂલર સિરીઝની ફાઇનલમાં હારીને અબુ ધાબીમાં આ મૅચ રમવા આવી છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં, પણ જો પાકિસ્તાન સેમિ ફાઈનલ જીતશે તો…

અફઘાનિસ્તાનની ટીમમાં દાર્વિશ રસૂલીના સ્થાને ગુલબદીન નઇબનો સમાવેશ કરાયો છે. અબુ ધાબીની પિચ પરનું ઘાસ 3.5 મિલીમીટર ઊંચું છે જે આ મેદાનની પિચ માટે રાબેતામુજબ ન કહેવાય.

રાશીદ ખાને કહ્યું હતું કે ` અહીંની પિચ બૅટિંગ માટે ખૂબ સારી છે એટલે અમે મોટો સ્કોર નોંધાવવા કોઈ કસર નહીં છોડીએ.’

રાશીદ ખાન અફઘાનિસ્તાનનો કૅપ્ટન હોવા ઉપરાંત મુખ્ય સ્પિનર અને ઑલરાન્ડર પણ છે. યાશિમ મુર્તઝા હૉંગ કૉંગનો સુકાની છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button