T20 World Cup 2024સ્પોર્ટસ

T20 Worldcup-2024: આ રીતે ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ, બસ કરવું પડશે કામ…

IPL-2024 પૂરી થઈ અને હવે લોકો પર ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024)નો ફીવર છવાયો છે. બીજી જૂનથી વર્લ્ડકપ બીજી જૂનથી શરૂ થઈ ગયો છે અને જો તમે પણ ફ્રીમાં વર્લ્ડકપની મેચ જોવા માંગતા હોવ તો અમે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો ટૂર્નામેન્ટના વોર્મ-અપ મેચની શરૂઆત તો પહેલી જૂનથી જ થઈ ગઈ હતી, પરંતુ બીજી જૂનથી તમામ ટીમો વર્લ્ડકપ જિતવા માટે એકબીજાની સામે રમી રહી છે.

વર્લ્ડકપની આ સિઝનમાં કુલ 20 ટીમે હિસ્સો લીધો છે અને આ તમામ ટીમને ચાર ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ ટુ ટીમ સુપર 8માં પ્રવેશ કરશે. ત્યાર બાદ આ આઠ ટીમને ચાર-ચારના બે ગ્રુપમાં પહેંચવામાં આવશે અને ટોપ-ટુ ટીમની વચ્ચે સેમિફાઈનલ રમાશે અને 29મી જૂનના આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે.

ટી-20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024)માં કુલ 55 મેચ રમાશે અને આ તમામ મેચ તમે ફ્રીમાં જોઈ શકશો. આઈસીસી ટી-20 વર્લ્ડકપ-2024 (ICC T-20 Worldcup-2024)ના બ્રોડકાસ્ટ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Networks) અને ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પાસે છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુઝર્સ આ પ્લેટફોર્મ પર મેચ ફ્રીમાં જોઈ શકશે. જોકે, ફ્રી એક્સેસ માત્ર મોબાઈલ એપ પર જ મળશે.

જો તમે બીજા કોઈ પ્લેટફોર્મ પર ટી-20 વર્લ્ડકપ-2024ની મેચ જોવા માંગો છો તો તમારે એના માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. આ લાઈવ મેચમાં તમને એડ્સ પણ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ