T20 Worldcup: ‘ICC આવા મેદાનો કેમ પસંદ કરે છે?’ વરસાદને કારણે મેચ રદ થતા આ દિગ્ગજે નારાજગી વ્યક્ત કરી
ફ્લોરીડા: T20 વર્લ્ડ કપ 2024(T20 Worldcup)માં ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ અમેરિકાના ફ્લોરિડા(Florida)ના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમવાની હતી. ફ્લોરિડામાંમાં વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ફ્લોરિડામાં આ સતત ત્રીજી મેચ રદ થઈ હતી. ફ્લોરિડામાં કુલ 4 મેચો રમાવાની હતી જેમાંથી 3 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ વિશ્લેષક સુનીલ ગાવસ્કર(Sunuil Gawaskar)એ આ મેદાનની પસંદગી અંગે રોષ વ્યક્ત કર્યો છે અને ICC સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
વરસાદના કારણે પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગયું. જોકે, ટીમ ઈન્ડિયાને વરસાદની કોઈ અસર થઈ ન હતી કારણ કે ટીમ સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ચૂકી હતી. ભારત અને કેનેડા મેચ રદ્દ થયા બાદ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, “ICCએ એવી જગ્યાએ મેચ ન યોજવી જોઈએ કે જ્યાં આખા મેદાનને કવર કરવાની કોઈ વ્યવસ્થા ન હોય. તમે માત્ર પિચને કવર કરીને આવું બિલકુલ ન કરી શકો અને બાકીનું ગ્રાઉન્ડ વરસાદના પાણીથી ભીંજાયેલું રહે છે.”
T20 વર્લ્ડ કપ 2024 ની કુલ ચાર મેચો ફ્લોરિડામાં નિર્ધારિત હતી, જેમાંથી ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હજુ એક મેચ બાકી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે છેલ્લી મેચ ફ્લોરિડામાં આ મેચ રમાઈ શકાશે કે નહીં. અહીં પ્રથમ મેચ શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાવાની હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ આગામી બે મેચ અમેરિકા-આયર્લેન્ડ અને ભારત-કેનેડા વચ્ચે યોજાવાની હતી. આ બંને મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી અને રદ કરવામાં આવી હતી.
હવે અહીં છેલ્લી મેચ આજે 16 જૂનના રોજ પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી મેચ થાય છે કે નહીં.
Also Read –