T20 World Cup 2024સ્પોર્ટસ

બાંગલાદેશે નેધરલેન્ડ્સને હરાવ્યું એટલે શ્રીલંકા થયું આઉટ

કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં અહીં ગ્રુપ-ડીની મૅચમાં બાંગલાદેશે (20 ઓવરમાં 159/5) નેધરલેન્ડ્સ (20 ઓવરમાં 134/8)ને પચીસ રનથી હરાવી દીધું હતું. એ સાથે, ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકા સુપર-એઇટ માટેની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. આ ગ્રુપમાંથી સાઉથ આફ્રિકાની ટીમ સુપર-એઇટમાં પ્રવેશી ચૂકી છે. બાંગલાદેશ અને નેધરલેન્ડ્સની હજી એક-એક મૅચ રમાવાની બાકી છે.

Read more: T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું

ઓલરાઉન્ડર શાકિબ અલ હસને (64 અણનમ, 46 બૉલ, નવ ફોર) વર્લ્ડ કપમાં હવે ખરી એન્ટ્રી કરી હતી. બાંગલાદેશની જીતનો પાયો નાખવા બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. નેધરલેન્ડ્સની ટીમે 160 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ખરાબ શરૂઆત કરી હતી. 32 રનમાં તેમની બે વિકેટ પડી ચૂકી હતી. સાઈબ્રેન્ડ એંજલબ્રેટના 33 રન ટીમમાં હાઈએસ્ટ હતા.

Read more: T20 World cup: ફ્લોરિડામાં વરસાદે સુપર-8નું ગણિત જટિલ બનાવ્યું, ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટીસ સેશન પણ રદ

15મી ઓવર સુધી રસાકસી થતાં નેધરલેન્ડ્સના વિજયની આશા જીવંત હતી, પરંતુ ત્યાર બાદ એની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી ગઈ હતી. બાંગલાદેશ વતી રિશાદ હોસૈને સૌથી વધુ ત્રણ વિકેટ તથા તાસ્કિન અહમદે બે વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button