ભૂલની સજા કે કેપ્ટન સાથે અણબનાવ! શુભમન ગિલને ભારત પરત મોકલાયો
શુભમન ગિલ ક્રિકેટની દુનિયામાં એક લોકપ્રિય નામ છે. જો કે, જ્યારે ભારતે તેને T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે ઘણાને નવાઇ લાગી હતી. T20 વર્લ્ડ કપ 2024 માટે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને રિઝર્વ ખેલાડીઓની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. તે ભારતીય ટીમ સાથે યુએસ ગયો હતો, પરંતુ 15 સભ્યોની ટીમનો ભાગ નહોતો. જોકે, ન્યૂયોર્કમાં મેચ રમ્યા બાદ ભારતીય મેનેજમેન્ટે શુભમન ગિલને ભારત પરત મોકલી દીધો હતો. એમ કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલ અને અવેશ ખાનને માત્ર યુએસ લેગ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે આ લેગ પૂરો થઇ ગયો છે, તેથી તેમને ભારત પરત મોકલવામાં આવ્યા છ, પણ આ અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
અહેવાલો અનુસાર, ગુજરાત ટાઇટન્સના સુકાની શુભમન ગિલને અનુશાસનહીનતાને કારણે ભારત પરત મોકલવામાં આવ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે યુએસ ગયો હતો, પરંતુ ત્યાં તે તેના સાઈડ બિઝનેસની યોજનામાં વ્યસ્ત હતો અને ટીમ સાથે રહેવામાં કોઈ રસ દાખવતો નહોતો.
જ્યારે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શુભમન ગિલ, રિંકુ સિંહ, અવેશ ખાન અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓને રિઝર્વ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. જો કે, ન્યૂયોર્ક લેગ સમાપ્ત થયા પછી, ગિલને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. જ્યારે ખલીલ અહેમદ અને રિંકુ સિંહને રોકી રાખવામાં આવ્યા છે.
શુભમન ગિલને ભારત પરત મોકલવા પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અનુશાસનહીનતાને કારણે ગિલ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જ્યારથી શુભમન ગિલ યુએસ ગયો છે ત્યારથી તેણે ટીમ સાથે પ્રવાસ કર્યો નથી. આ સિવાય તે પોતાનો મોટાભાગનો સમય પોતાના સાઈડ બિઝનેસના પ્લાનિંગમાં વિતાવતો હતો. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખલીલ અહેમદ, અવેશ ખાન અને રિંકુ સિંહ સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કરવા ગયા હતા પરંતુ શુભમન ગિલ જોવા મળ્યો ન હતો.આ સિવાય એક અન્ય સમાચાર એ પણ આવી રહ્યા છે કે શુભમન ગીલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ઈન્સ્ટાગ્રામ પર કદાચ અનફોલો કરી દીધો છે. આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે કે કદાચ રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
Also Read –