T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: SA vs BAN: અમ્પાયરના ખોટા નિર્ણયને કારને બાંગ્લાદેશ હાર્યું! જાણો શું કહે છે ICCનો આ નિયમ

ન્યુયોર્ક: ICC T20 વર્લ્ડ કપ 2024 (ICC T20 worldcup 2024) ની 21મી મેચ દક્ષિણ આફ્રિકા (South Africa) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાની 4 રને જીત થઇ. આ મેચમાં અમ્પાયરના એક નિર્ણય(Umpires decision) અંગે વિવાદ થયો છે. આરોપ છે કે અમ્પાયરના એક ખોટા એક નિર્ણયને કારણે બાંગ્લાદેશની ટીમ નજીવા અંતરે હારી ગઈ. અમ્પાયરે લેગ બાઈના ચાર રન આપવા જોઈતા હતા, પરંતુ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો હતો.

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 113 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 109 રન બનાવી શક્યું હતું.

બાંગ્લાદેશની ઇનિંગની વખતે દક્ષીણ આફ્રિકાનો બોલર ઓટનિલ બાર્ટમેન 17મી ઓવર ફેંકવા આવ્યો, આ દરમિયાન તૌહીદ હૃદયોય અને મહમુદુલ્લાહની જોડી ક્રિઝ પર હતી. આ સમયે બાંગ્લાદેશને જીતવા માટે 24 બોલમાં 27 રનની જરૂર હતી. તૌહીદ હૃદયોયે ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો અને મહમુદુલ્લાહને સ્ટ્રાઇક આપી. આ પછી, બીજા બોલ પર ઓન-ફીલ્ડ અમ્પાયરે ઓવરના મહમુદુલ્લાહને LBW આઉટ જાહેર કર્યો.

આ એક ફૂલ લેંથ બોલ હતો, જેને મહમુદુલ્લાહે ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ પેડ પર લાગ્યો. તે મિડલ લેગ બોલ હતો અને જોતા સ્પષ્ટ હતું કે તે લેગ સ્ટમ્પ ચૂકી જશે. આવી સ્થિતિમાં, મહમુદુલ્લાહે નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલા તૌહીદ સાથે વાત કર્યા પછી અમ્પાયર સાથે રીવ્યુ લીધો અને બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પથી ચુકી રહ્યો હતો, જેથી તેને નોટ આઉટ આપવામાં આવ્યો. બોલ મહમુદુલ્લાહના પેડ સાથે અથડાયા બાદ બાઉન્ડ્રીને પાર ચાલ્યો ગયો હતો. જોકે, ઓન ફિલ્ડ અમ્પાયરે મહમુદુલ્લાહને આઉટ જાહેર કરી દીધો હતો. જેના કારણે બાંગ્લાદેશને ચાર રન ન મળ્યા અને અંતે બાંગ્લાદેશ માત્ર ચાર રનથી મેચ હારી ગયું હતું.

ICC ડેડ બોલના નિયમો અનુસાર, જો મેદાન પરના અમ્પાયર બેટ્સમેનને LBW આઉટ કરે છે, તો કોઈ એક્સ્ટ્રા રન (લેગ-બાય અથવા બાય) આપવામાં આવશે નહીં, પછી ભલે થર્ડ અમ્પાયર નિર્ણયને રદ કરી દે.

Also Read-

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ