T20 World Cup 2024સ્પોર્ટસ

આઇસીસીએ કરી જાહેરાત: ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે આટલું રેકૉર્ડ-બ્રેક રોકડ ઇનામ…

દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનનારી ટીમને 2.45 મિલ્યન ડૉલર (અંદાજે 20.37 કરોડ રૂપિયા)નું વિક્રમજનક પ્રથમ રોકડ ઇનામ આપવામાં આવશે.

આઇસીસીએ આ ટૂર્નામેન્ટ માટે કુલ મળીને 11.25 મિલ્યન ડૉલર (આશરે 94 કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ સૌથી મોટી ઇનામી રકમ છે.

વિશ્ર્વ કપની ફાઇનલ 29મી જૂને રમાશે અને એમાં રનર-અપ થનારી ટીમને 1.28 મિલ્યન ડૉલર (10.64 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

સેમિ ફાઇનલ હારી જનારી દરેક ટીમને 7,87,500 ડૉલર (6.55 કરોડ રૂપિયા) અપાશે.
આ સ્પર્ધામાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે.

બીજો રાઉન્ડ પાર નહીં કરી શકે એ પ્રત્યેક ટીમને 3,82,500 ડૉલર (3.18 કરોડ રૂપિયા) મળશે, જ્યારે 9-12 વચ્ચેના નંબર પર રહેનારી ટીમને 2,47,500 ડૉલર (2.05 કરોડ રૂપિયા) અપાશે. ત્યાર બાદ 13-20 નંબર વચ્ચેની દરેક ટીમને 2,25,000 ડૉલર (1.87 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

સેમિ ફાઇનલ અને ફાઇનલની જીતને બાદ કરતા જે પણ ટીમ જે મૅચ જીતશે એ બદલ વિજેતા ટીમને 31,154 ડૉલર (26 લાખ રૂપિયા) અપાશે.

છેલ્લે 2022માં ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો જેમાં કુલ 5.6 મિલ્યન ડૉલર (47 કરોડ રૂપિયા)ના ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે ચૅમ્પિયન ટીમ (ઇંગ્લૅન્ડ)ને 1.6 મિલ્યન ડૉલર (13.29 કરોડ રૂપિયા) મળ્યા હતા.
આ વખતના 28 દિવસના વર્લ્ડ કપમાં કુલ પંચાવન મૅચ રમાવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો