T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: PAK vs CAN રિઝવાને પાકિસ્તાનને અપાવ્યો પહેલો વિજય: હવે આયર્લેન્ડ સામેની મેચ નિર્ણાયક

કૅનેડા સાત વિકેટે હાર્યું: મોહમ્મદ આમિર મૅન ઑફ ધ મૅચ

ન્યૂ યોર્ક: કૅનેડા (20 ઓવરમાં 106/7 )ને ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ “એ”માં મંગળવારે પાકિસ્તાને (17.3 ઓવરમાં 107/3) 15 બૉલ બાકી રાખી સાત વિકેટના માર્જિનથી હરાવીને સુપર એઇટ રાઉન્ડ માટેની નજીવી આશા જીવંત રાખી હતી. 107 રનના લક્ષ્યાંક સામે ઓપનર મોહમ્મદ રિઝવાન (53 રન, 53 બૉલ, એક સિક્સર, એક ફોર) અડગ બનીને ક્રીઝ પર ટકી રહ્યો હતો અને પાકિસ્તાને કૅનેડા જેવી નાની ટીમ સામે પણ થોડો સંઘર્ષ કરીને જીતવું પડ્યું હતું.

સર્વશ્રેષ્ઠ બોલિંગ પર્ફોર્મન્સ બદલ મોહમ્મદ આમિર (4-0-13-2)ને મૅન ઓફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
હવે 16મી જૂને આયરલેન્ડ સામે રમાનારી મેચ પાકિસ્તાન માટે નિર્ણાયક બની શકે.

જોકે ગ્રૂપ “એ”માં ભારત ટોપ પર છે અને આજે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાનારી મૅચમાં અમેરિકાને પણ હરાવીને ત્રીજા વિજય સાથે સુપર એઇટમાં પહોંચી શકે, પરંતુ પાકિસ્તાને પોઇન્ટ્સ ટેબલમાં અમેરિકા સામે પણ ટક્કર ઝીલવી પડશે.

Read This…T20 World Cup:South Africa v/s Bangladesh:ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય….આવું કોણે કેમ કહ્યું?

પાકિસ્તાને પહેલા 20મા રને જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ (33 રન, 33 બૉલ એક સિક્સર, એક ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 62 બૉલમાં થયેલી 63 રનની ભાગીદારી કૅનેડાને ભારે પડી હતી. કૅનેડાના પેસ બોલર ડિલોન હેલિગરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, કૅનેડાને બૅટિંગ મળ્યા પછી એના ઓપનર આરોન જૉન્સને (બાવન રન, 44 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) પાકિસ્તાનના બોલર્સને ખૂબ હંફાવ્યા હતા. જોકે પહેલી જૂને અમેરિકાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં લડત આપનાર અને પાંચ દિવસ પહેલાં આયરલૅન્ડને હરાવનાર કૅનેડાની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 106 રન બનાવ્યા હતા.

જૉન્સન છેક 14મી ઓવરમાં 73 રનના સ્કોર પર આઉટ થયો હતો. નસીમ શાહે તેને ક્લીન બોલ્ડ કરીને તેની 64 મિનિટની ઇનિંગ્સનો અંત લાવી દીધો હતો.

મોહમ્મદ આમિરે તેમ જ હૅરિસ રઉફે બે-બે વિકેટ તેમ જ નસીમ શાહ અને શાહીન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ