T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: WI vs AFG: Nicholas Pooranબન્યો વેસ્ટ ઈન્ડિઝનો સિક્સર કિંગ, ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો

T20 વર્લ્ડ કપ 2024(T20 worldcup 2024)ની 40મી મેચ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 218 ખડકી દીધા, જેમ સૌથી મોટો ફાળો નિકોલસ પુરન(Nicholas Pooran)નો રહ્યો. નિકોલસે 53 બોલમાં 98ની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

નિકોલસે વિસ્ફોટક ઈનિંગ્સ રમીને અફઘાનિસ્તાનના બોલરોને હંફાવ્યા, નિકોલસ પૂરન મેચમાં માત્ર 2 રનથી સદી ફટકારવાનું ચૂકી ગયો હતો, પરંતુ તેમ છતાં તેણે T20 વર્લ્ડ કપમાં પોતાના 17 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી, તેણે અઝમતુલ્લા ઓમરઝાઈનો ઓવરમાં 36 રન કર્યા હતા, તેણે યુવરાજ સિંહ અને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી.

અફઘાનિસ્તાન ટીમ માટે ઇનિંગ્સની ત્રીજી ઓવર અઝમતુલ્લા ઓમરઝાઈ ફેંકવા આવ્યો હતો. અઝમતુલ્લાહની આ ઓવરમાં નિકોલસે કુલ 36 રન બનાવ્યા. આ ઓવરના પહેલા બોલ પર નિકોલસ પુરને સિક્સર ફટકારી હતી. ત્યારપછી બીજો બોલ નો બોલ હતો, જેના પર ચોગ્ગો લાગ્યો. અઝમતુલ્લા ઉમરઝાઈએ ત્રીજો બોલ વાઈડ નાખ્યો હતો, જે બાઉન્ડ્રી પાર ગયો.

આ રીતે ઓવરમાં માત્ર એક લીગલ ડિલિવરી થઈ હતી અને અઝમતુલ્લાએ 16 રન આપી દીધા હતા. ફ્રી હિટ હોવા છતાં ઓવરના બીજા બોલ પર કોઈ રન ન થયો. ત્યારબાદ ત્રીજા અને ચોથા બોલ પર નિકોલસે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા બોલ પર લેગ બાયથી ચાર રન મળ્યા. બેટ્સમેન નિકોલસ પુરને પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી. આ રીતે અઝમતુલ્લા ઉમરઝાઈની ઓવર ટીમને મોંઘી પડી.

નિકોલસ પૂરને 6 બોલમાં 36 રન બનાવીને રોહિત શર્મા અને યુવરાજ સિંહના રેકોર્ડની બરાબરી કરી હતી. 2007 T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે એક ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને 36 રન બનાવ્યા હતા. આ સિદ્ધિ મેળવનાર યુવી પ્રથમ બેટ્સમેન હતો. આ પછી કિરોન પોલાર્ડ, રોહિત શર્મા, દીપેન્દ્ર સિંહે પણ એક ઓવરમાં 36 રણ બનાવ્યા હતા.

નીકોલાસે આ ઇનિંગમાં 8 સિક્સર ફટકારી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નિકોલસ પૂરન હવે T-20 ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ 128 સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં તેણે પોતાના T20I કરિયરમાં 124 સિક્સર ફટકારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે.

અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી કુલ ત્રણ બેટ્સમેને T20I ક્રિકેટમાં 100 સિક્સરનો આંકડો પાર કર્યો છે, જેમાં નિકોલસ પૂરન અને ક્રિસ ગેલ અને એવિન લુઈસનું નામ સામેલ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button