T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: બાંગ્લાદેશના મહમુદુલ્લાહ સાથે થયું મોયે મોયે! આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો

T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને (AUS vs BAN T20 World Cup) 28 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે મહમુદુલ્લાહ(Mahmudullah) ને આઉટ કર્યો. આ સાથે પેટ કમિન્સ હેટ્રિક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન મહમુદુલ્લાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠી વખત હેટ્રિક વિકેટ દરમિયાન આઉટ થયો. જેને કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહ્યો છે. આ અનિચ્છનીય રેકોર્ડ વિશ્વ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ખેલાડી સાથે જોડાયો છે.

T20I માં બાંગ્લાદેશ વિરુદ્ધ આ 7મી હેટ્રિક હતી, જે કોઈપણ ટીમ સામે સૌથી વધુ છે. 7 હેટ્રિકમાંથી બાંગ્લાદેશી બેટ્સમેન મહમુદુલ્લાહ હેટ્રિક દરમિયાન ત્રણ વખત આઉટ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહમુદુલ્લાહ છ હેટ્રિક બોલ પર આઉટ થયો છે – ત્રણ વખત T20I, બે વાર ODI અને એક વાર ટેસ્ટમાં. જેને કરને મહમુદુલ્લાહના ફોટો અને વિડીયો સાથે લોકો ‘મોયે-મોયે’ ટેગ જોડી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં મહમુદુલ્લાહ માત્ર 2 રન બનાવીને પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થયો હતો. મેચમાં કમિન્સે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પા 2 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. સુપર 8માં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ મેચ હતી.

આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 140 રન બનાવ્યા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બેટિંગ કરવા આવ્યા. 100 રનના સ્કોર પર વરસાદ આવ્યો અને મેચ અટકાવી દેવામાં આવી. લાંબો સમય રાહ જોયા બાદ પણ વરસાદ બંધ ન થયો, તેથી ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાને 28 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker