T20 Worldcup: પહેલા મેચમાં કિંગ કોહલીનો ફ્લોપ શો, કરિયરમાં આવું પહેલીવાર બન્યું….
ન્યુયોર્ક: ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket team) ટી20 વર્લ્ડ કપ 2024 (T20 worldcup)ની શરૂઆત જીત સાથે કરી છે, અમરિકાના ન્યુયોર્ક રાજ્યના Nassau County International Cricket Stadium માં આયર્લેન્ડ(Ireland) સામે રમાયેલા મેચમાં ભારતીય ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ મેચમાં ભારતનો સ્ટાર બેટમેન વિરાટ કોહલી(Virat Kolhi) ઓપનર તરીકે ખાસ પ્રદર્શન ન કરી શક્યો.
આયર્લેન્ડ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતારેલો વિરાટ કોહલી માત્ર 1 રન જ બનાવીને શક્યો. વિરાટ કોહલી, જે તેની T20 કારકિર્દીમાં છઠ્ઠો વર્લ્ડ કપ રમી રહ્યો છે, અગાઉના T20 વર્લ્ડકપમાં વિરાટનો દબદબો જોવા મળ્યો છે,આ વખતે પ્રથમ વખત ઓપનિંગ બેટ્સમેન તરીકે T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. અગાઉના T20 વર્લ્ડ કપમાં કોહલી મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળ્યો હતો, જેમાં તેણે 80થી વધુની એવરેજથી રન બનાવ્યા હતા, જ્યારે ગઈ કાલે આયર્લેન્ડ સામેની મેચમાં કોહલીએ માત્ર 5 બોલ જ રમી શક્યો.
વિશ્વ ક્રિકેટમાં રન ચેઝ દરમિયાન વિરાટ કોહલીને સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ T20 વર્લ્ડ કપમાં પહેલીવાર આવું જોવા મળ્યું જ્યારે કોહલી રન ચેઝ દરમિયાન સિંગલ ડિજિટના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. T20 ઈતિહાસમાં અત્યાર સુધીની કોઈપણ ઈનિંગમાં કોહલીનો આ સૌથી ઓછો સ્કોર છે.
કોહલી T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો છે. અગાઉ વર્ષ 2012માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં કોહલી માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં કોહલી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
T20 ઇન્ટરનેશનલ મેચમાં આયર્લેન્ડ વિરાટ કોહલીને સિંગલ ડિજિટ સ્કોર પર ત્રણ વખત પેવેલિયન મોકલનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ પહેલા કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાં આયરિશ ટીમ સામે 2 મેચ રમી હતી, જેમાં એક મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો અને બીજી મેચમાં તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
આયરલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 97 રન જ બનાવ્યા હોવાથી રન ચેઝ કરવામાં ભારતીય ટીમનને વિરાટનું ઓછા સ્કોર પર આઉટ થઇ જવું નડ્યું નથી, પરંતુ હવે પછીની મેચ પાકિસ્તાન સામે હોવાથી બધાની નજર કોહલી પર રહેશે, પાકિસ્તાન સામે તેણે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.
Also Read –