T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ભારતનો સિકસરનો વરસાદ, કાંગારુઓને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ

Rohit Sharma સદી ચૂક્યો પણ 41 બોલમાં 92 રન ફટકાર્યા

સેન્ટ લ્યુસિયાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર8 મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મિચેલ માર્શએ ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન ફટકાર્યા હતા, જેમાં સૌથી વધુ રોહિત શર્માએ ફટકાર્યા હતા. આજની મેચમાં વરસાદનું વિઘ્ન વચ્ચે ટીમ ઈન્ડિયાએ 15 સિક્સર અને 14 ચોગ્ગા ફટકારીને ચાર વિકેટે

પહેલી બેટિંગમાં આવેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેલી ઓવર ધીમી રમ્યા હતા. પાંચ બોલ બગાડીને વિરાટ કોહલીને જોશ હેઝલવુડે પેવેલિયન ભેગો કર્યો હતો. બીજી ઓવરમાં ટીમના છ રનના સ્કોરે વિરાટની વિકેટ પડ્યા પછી રોહિત શર્માએ ઈનિંગને એકલે હાથે સંભાળી હતી. વિરાટ કોહલી આ સિઝનમાં બીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો.

કોહલીના આઉટ થયા પછી ઋષભ પંત રમતમાં આવ્યો હતો, પરંતુ માર્કસ સ્ટોઈનસે હેઝલવૂડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંત 14 બોલમાં પંદર રન (એક સિકસર અને એક ચોગ્ગો) કરીને આઉટ થયો હતો. ભારતની બીજી વિકેટ 93 રને પડી હતી, ત્યારબાદ 127 રને રોહિતની વિકેટ પડી હતી.

રોહિત પછી સૂર્યાકુમાર યાદવ 16 બોલમાં 31 રન (ત્રણ ચોગ્ગા અને બે સિક્સર), શિવમ દૂબેએ 22 બોલમાં 28 રન ફટકાર્યા હતા. પાંચમી વિકેટ 194 રને પડી હતી, ત્યાર બાદ હાર્કિદ પંડયા અને રવિન્દ્ર જાડેજા વધુ આક્રમક રમી શક્યા નહોતા. હાર્દિક પંડ્યા 17 બોલમાં 27 રન (એક ચોગ્ગો અને બે સિક્સર) કર્યા હતા, જાડેજાએ પાંચ બોલમાં એક સિકસર સાથે નવ રન જોડ્યા હતા.

જોકે, આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 100 રન ટીમ ઈન્ડિયાએ ફટકારીને વિક્રમ કર્યો હતો, જેમાં રોહિત શર્માનું મોટું પ્રદાન રહ્યું હતું. 41 બોલમાં આઠ સિક્સર અને સાત ચોગ્ગા સાથે રોહિત શર્માએ 92 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાવતી સૌથી મોંઘો બોલર માર્કોસ સ્ટોઈનિસ રહ્યો હતો. જોકે, ચાર ઓવરમાં 56 રન આપ્યા છતાં બે વિકેટ ઝડપી હતી, ત્યારબાદ પેટ કમિન્સે ચાર ઓવરમાં 48 રન આપ્યા હતા. આજની મેચ ઓસ્ટ્રેલિયાને જીતવાનું સૌથી જરુરી છે. આજે ભારત હારી જાય તો પણ ઓસ્ટ્રેલિયાને સેમી ફાઈનલમાં જો અને તોના સમીકરણ એન્ટ્રી મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker