T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup ભારતીય બૅટર્સની ફરી સાધારણ બૅટિંગ, જીતવા માટે બોલર્સ પર મદાર

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં ગુરુવારે ભારતે અફઘાનિસ્તાન સામે સાધારણ બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 20 ઓવરમાં આઠ વિકેટે 181 રન બનાવીને હરીફ ટીમને 182 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો જેને લીધે ભારતીય બોલર્સ પર વિજય અપાવવાનો બોજ આવી ગયો હતો. જોકે પિચને ધ્યાનમાં લેતાં ભારતનો આ સ્કોર સારો હતો.
સૂર્યકુમાર યાદવ (53 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને હાર્દિક પંડ્યા (32 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 60 રનની ભાગીદારી આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું. છેલ્લા બૉલે આઉટ થયેલો અક્ષર પટેલ 12 રન અને જાડેજા 7 રન બનાવી શક્યો હતો.

પહેલી ચારેય વિકેટમાં રાશિદ ખાન સંકળાયેલો હતો. રોહિત શર્મા (8 રન, 13 બૉલ, એક ફોર) પાકિસ્તાન અને અમેરિકા પછી હવે અફઘાનિસ્તાન સામે પણ સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. ફઝલહક ફારુકીના બૉલમાં રાશિદે રોહિતનો કૅચ પકડ્યો હતો. ત્યાર બાદ રિષભ પંત (20 રન, 11 બૉલ, ચાર ફોર), વિરાટ કોહલી (24 રન, 24 બૉલ, એક સિક્સર) અને શિવમ દુબે (10 રન, 7 બૉલ, એક સિક્સર)ની વિકેટ રાશિદે લીધી હતી. એક તબક્કે પંતે નબીના સતત ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારી હતી.

સૂર્યા અને શિવમની જોડી તૂટ્યા પછી સૂર્યાએ હાર્દિક સાથે જોડી જમાવી હતી. અફઘાનિસ્તાનના બોલર્સના ભલભલા આક્રમણનો પડકાર તેમણે ઝીલ્યો હતો અને લાગ મળ્યો ત્યારે સિંગલ અને બે રન લેવાની સાથે તક મળતાં ફોર અને સિક્સર પણ ઝીંકી દીધી હતી.

અફઘાનની ફીલ્ડિંગ સારી નહોતી. છઠ્ઠી ઓવરમાં બાઉન્ડરી લાઇન નજીક નવીન ઉલ હકે પંતનો કૅચ છોડવા સહિત એકંદરે ફીલ્ડિંગમાં થોડી કચાશ જોવા મળી હતી.
રાશિદ તેમ જ ફારુકીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

રોહિત શર્માએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરાયો હતો. મોહમ્મદ સિરાજના સ્થાને કુલદીપ યાદવને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાને કરીમ જનતના સ્થાને હઝરતુલ્લા ઝઝાઈને બોલાવ્યો હતો.


હાથ પર કાળી પટ્ટી, જૉન્સનને અંજલિ:
બ્રિજટાઉનમાં ગઈ કાલે સૂર્યકુમાર. તેણે 28 બૉલમાં ત્રણ સિક્સર, પાંચ ફોરની મદદથી 53 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓ ડેવિડ જૉન્સનને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ