T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: સમગ્ર દેશે કરી ઉજવણી તો બૉલીવુડ સેલેબ્સ ક્યાથી પાછળ રહે?

T20 World Cup India Won: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ હાંસિલ કરીને 17 વર્ષ બાદ ભારત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે. ટિમ ઈન્ડિયની આ જીતને ભારત સહિત ભારત બહાર રહેતા ભારતીયોએ પણ કોઈ મોટા ઉત્સવ તરીકે ઉજવણી કરી હતી અને લોકો રીતસરના રસ્તાઓ પર બહાર નીકળીને આ જીતને વધાવી હતી. તો આ બધાની વચ્ચે બોલિવુડના સિતારાઑ (Bollywood Celebrities Team India Wishes) કેમ પાછળ રહી જાય? ચાલો જોઈએ 17 વર્ષ બાદ જીતેલા વર્લ્ડ કપને બૉલીવુડ સેબ્રિટિસએ કઈ રીતે વધાવ્યો?

સૌથી પહેલા વાત કરીએ અનુષ્કા શર્માની તો ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવતો તેને એક ફોટો શેર કર્યો, જેમાં સૌઉથ આફ્રિકાનો બેટ્સમેન ઉદાસ ચહરે જઇ રહ્યો છે. જેમાં અનુષ્કાએ લખ્યું OMG, OMG, OMG. જ્યારે અજય દેવગણ લખે છે કે મારી પાસે શબ્દો નથી કે હું કેવી રીતે આ ખુશીને વ્યક્ત કરું. ટિમ ઈન્ડિયાને ખુબ ખૂબ અભિનંદન. તમે સૌએ ઇતિહાસ રચ્યો અને આ જીત અમારા દિલમાં ઘર કરી ગઈ છે.

ટીવી-બૉલીવુડ એક્ટર અરુણ ગોવિલે પણ X પર લખ્યું કે ટી20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બદલ દરેક ભારત વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. એક્ટર પ્રોડ્યુસર તુષાર કપૂરે પણ X પર લખ્યું કે વાહ શું ક્લાઇમેક્સ હતું. સૂર્ય કુમાર તમારા દિમાગનું શું પ્રેસેન્સ હતું. ફિલ્ડ પર ટિમ ઈન્ડિયા આ જીતને લાયક હતી. મને મારા ભારતીય હોવા પર ગર્વ છે.

| Also Read: વિરાટની સાથે રોહિતે પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી લીધી નિવૃત્તિ

સુસ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્માની ફોટો શેર કરી અને લખ્યું કે શું ટિમ છે. ઘણું જ ગૌરવ થઈ રહ્યું છે. ખુશીના આંસુ છે. સાઉથ આફ્રિકા તમે પણ ઘણું જ સારું રમ્યા. જ્યારે અનુપન ખેરે એક અદ્ભુત વિડીયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. લોકપ્રિય ટીવી એક્ટર શોએબ ઈબ્રાહિમે ટીમ ઈન્ડિયાનો ગ્રુપ ફોટો શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ લખ્યું કે તમારા જેવો કોઈ ચેમ્પિયન ક્યાંય નથી.

કાજોલે ટીવી પર મેચ જોવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેણીએ તેની આગામી પોસ્ટમાં લખ્યું છે – હું માત્ર અને માત્ર ઈન્ડિયા ઈન્ડિયાની બૂમો પાડી રહી છું. અર્જુન કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પકડવાનો સીન મૂક્યો છે. સાથે જ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભારતે વર્લ્ડ કપ જીત્યા બાદ સોહેલ ખાને ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. અરબાઝ ખાન તેના પુત્ર અરહાન સાથે આવ્યો હતો. જો કે સલમાન ખાનની ગેર હાજરી જોવા મળી હતી. સુહાના ખાને પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેને રોહિત શર્મા અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટિમનો ગ્રૂપ ફોટો લગાવ્યો છે. અને સાથે લખું છે ચેમ્પિયન્સ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો