T20 World Cup: After India defeated Pakistan: “પાકિસ્તાન કે ખિલાડી પહેલે ગ્રીન કાર્ડવાલોં સે હારે ઓર અબ આધાર કાર્ડવાલોં સે…”
ભારતની દિલધડક જીત અને પાકિસ્તાનની નાલેશી બાદ ટ્વીટ, મીમ્સની વર્ષા: સચિને પણ કર્યો કટાક્ષ
ન્યૂ યોર્ક: ભારતે રવિવારે પંતના પાવર અને બુમરાહના બેમિસાલ પર્ફોર્મન્સથી પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપના થ્રિલરમાં ધૂળ ચાટતું કર્યું એને પગલે મોડી રાતથી જ સોશિયલ મીડિયામાં ઈમોજી સાથેના રમૂજી, કટાક્ષભર્યા અને ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને ખુશ કરી દેતા ટ્વીટ તથા મીમ્સ પોસ્ટ થવા લાગ્યા હતા.
ભારતે પાકિસ્તાનને હરાવીને જાણે ફાઈનલ જીતી લીધી એવું સેલિબ્રેશન દેશ વિદેશના ભારતીયોના દિલો-દિમાગમાં ચાલી રહ્યું છે.
રિષભ પંતે (31 બૉલમાં છ ફોર સાથે હાઈએસ્ટ 42 રન અને ત્રણ અફલાતૂન ડાઇવિંગ કૅચ)નો અદ્દભૂત પર્ફોર્મન્સ આપ્યો હતો. તમામ બોલર્સે ભેગા થઈને ભારતને પરાજયની દિશામાંથી વાળીને વિજયના માર્ગ પર લાવી દીધું હતું. એમાં ખાસ કરીને મૅન ઑફ ધ મૅચ જસપ્રીત બુમરાહ (4-0-14-3)નો દેખાવ સર્વશ્રેષ્ઠ હતો.
ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હવે 7-1નો જીત-હારનો રેશિયો છે.
રોહિત શર્મા એન્ડ કંપનીના વિજય બાદ સોશિયલ મીડિયામાં ટેલન્ટેડ ક્રિકેટપ્રેમીઓએ એક એકથી ચડિયાતા અને અનોખા ટ્વીટ અને મીમ્સ પોસ્ટ તથા શૅર કર્યા હતા…
(1) પાકિસ્તાન કે ખિલાડી પહેલે ગ્રીન કાર્ડવાલોં (યુએસએ) સે હારે ઓર અબ આધાર કાર્ડવાલોં (ઇન્ડિયા) સે પરાજિત હુએ…
(2) રવિવારે NDA અને INDIA બન્નેની જીત થઈ
(3) પાકિસ્તાનીયોં કો ઔકાત દિખા દે વો હૈ બુમરાહ.
(4) અમેરિકા ઔર ઇન્ડિયા કે સામને હાર ગએ…ભગવાન ઈસ પાકિસ્તાન કો અબ કેનેડા ઔર આયરલેન્ડ સે ભી હરા દે.
(5) દિલ્હી પોલીસે રવિવારે રાત્રે મૅચ બાદ ટ્વિટર પર ન્યૂ યોર્ક પોલીસને ટૅગ કરીને લખ્યું, “અમને માત્ર બે પ્રકારના મોટા અવાજ સંભળાયા. એક, ઇન્ડિયા… ઇન્ડિયા… અને બીજો અવાજ ટીવી સેટ્સ તૂટયાનો… પ્લીઝ તમે જરા કહેશો કે અમારો આ અંદાજ સાચો છે કે નહીં?”
(6) સચિન તેંડુલકરનું પાકિસ્તાનને ટકોર કરતું ટ્વીટ, “નવો ઉપખંડ, પરંતુ પરિણામ એનું એ જ.”
(7) “હું હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફેન્સ-ક્લબમાંથી રાજીનામું આપું છું, ગુડ બાય ” (એક પાકિસ્તાન-તરફી ક્રિકેટ ફેન).
Also Read –