T20 World Cup 2024સ્પોર્ટસ

IND vs AUS: કેવી રહેશે પિચ, સંભવિત પ્લેઇંગ-11, બંને ટીમનો રેકોર્ડ, જાણો મેચ અંગેનો સંપૂર્ણ અહેવાલ

સેન્ટ લુસિયાના: ટી20 વર્લ્ડ કપ 2024 (T20 world cup) ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે, ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team)આજે સુપર 8 રાઉન્ડની છેલ્લી મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમના મેદાન પર ઓસ્ટ્રેલિયા(Austrelia) સામે રમશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. જયારે અફઘાનીસ્તાન સામે હાર મળ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ માટે આ કરો યા મારોનો મુકાબલો રહેશે.

ભારતીય ટીમ આ T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાને સુપર 8 મેચમાં અફઘાનિસ્તાન સામે શરમજનક હાર મળી છે. અફઘાનિસ્તાન સામેની હારથી ઓસ્ટ્રેલિયાનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલની રેસમાં રહેવું હશે તો, કોઈપણ ભોગે ભારતને હરાવવું પડશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ હારી જાય છે અને અફઘાનિસ્તાન તેની આગામી મેચ જીતી જાય છે તો ઓસ્ટ્રેલીયાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાન ગ્રુપ Aમાંથી સેમિફાઇનલ રમશે.

T20 ક્રિકેટમાં ભારત vs ઓસ્ટ્રેલિયા રેકોર્ડ:
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં ભારતે 19 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 11 મેચ જીતવામાં સફળ રહ્યું છે, એક મેચનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું. ICC T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા કુલ 5 વખત એકબીજા સામે રમ્યા છે, જેમાં ભારતીય ટીમ 3 વખત જીતવામાં સફળ રહી છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ 2 વખત જીતવામાં સફળ રહી છે.

પિચ રિપોર્ટ ભારત વિ ઓસ્ટ્રેલિયા:
બંને ટીમો વચ્ચે મેચ આજે સેન્ટ લુસિયામાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનને મદદ કરે છે આ મેદાન પર કુલ 40 મેચ રમાઈ છે જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 18 મેચ જીતી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનાર ટીમે 22 મેચ જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 145 રન અને બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 129 છે. આ મેદાનનો સૌથી વધુ સ્કોર 218/5 છે અને સૌથી ઓછો સ્કોર 72/10 રહ્યો છે.

વેધર રિપોર્ટ:
અહેવાલ મુજબ સેન્ટ લુસિયામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વાદળછાયું આકાશ પણ રહેવાની સંભાવના છે. તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એવી પુરેપુરી શક્યતા છે કે વરસાદ આ મેચમાં વિક્ષેપ પાડી શકે છે.

વરસાદના કારણે મેચ રદ્દ થશે તો શું થશે?
જો વરસાદના કારણે મેચ પુરી ન થઈ શકે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. સાથે જ મેચના પરિણામ માટે ડકવર્થ લુઈસ નિયમનો પણ ઉપયોગ થઇ શકે. પરંતુ આ માટે દરેક ટીમ માટે 5 ઓવરની રમત થઇ હોવી ફરજિયાત છે. ગ્રુપ સ્ટેજની જેમ અહીં પણ સુપર 8 મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે મેચ રમાઈ ન શકે તો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.

મેચમાં જીતની શકયતા:
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઓસ્ટ્રેલિયા છેલ્લી અફઘાનિસ્તાન જેવી ટીમ સામે મેચમાં હારી ગયું. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે અહીં ભારતનો દબદબો રહેશે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ ઘણી દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી છે. ઓસ્ટ્રેલિયા મજબુત કમબેક કરી શકે છે. આવી સ્થિતિમાં આ મેચમાં જીતની 50/50 ટકા શક્યતા છે.

ભારત સંભવિત પ્લેઇંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઇંગ-11:
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એશ્ટન અગર, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ