T20 World Cup: પાકિસ્તાની ક્રિકેટર પત્નીની મનાઈ છતાં ચાહકોને મારવા દોડ્યો અને પછી…

ન્યૂ યૉર્ક: પાકિસ્તાની ક્રિકેટર્સની કોઈ ટૂર્નામેન્ટ કે સિરીઝમાં નામોશી થાય એટલે યા તો તેમનામાંથી કોઈ ખેલાડી જાહેર જનતા સમક્ષ અથવા પત્રકાર પરિષદમાં પિત્તો ગુમાવે અથવા અન્ય કોઈ વિવાદ જગાવે. અમેરિકામાં ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયા પછી મંગળવારે આવી જ એક ઘટના અમેરિકામાં બની જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે (Haris Rauf) મગજ પરથી કાબૂ ગુમાવ્યો અને તેના જ ચાહકોને મારવા દોડ્યો હતો.
54 સેક્ધડની વીડિયો ક્લિપ મુજબ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓના દિલ તોડનાર બાબર આઝમ ઍન્ડ કંપનીનો મહત્ત્વનો ઝડપી બોલર રઉફ પત્ની સાથે હોટેલના કમ્પાઉન્ડમાં જઈ રહ્યો હતો ત્યારે થોડે દૂરથી રઉફને કેટલાક ફૅન્સે સેલ્ફી માટે વિનંતી કરી હતી. રઉફ અને ફૅન્સ વચ્ચે શું વાતચીત થઈ એ વીડિયોમાં સ્પષ્ટ નહોતું થયું, પરંતુ કદાચ વારંવાર રિક્વેસ્ટ થતાં રઉફે મગજ પરથી ક્ધટ્રોલ ગુમાવ્યો હતો. રઉફે પોતાના સ્થાનેથી દોડવાનું શરૂ કર્યું હતું.
તેને પત્નીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રઉફ ઉતાવળે ભાગવા ગયો ત્યારે તેના સ્લિપર પણ નીકળી ગયા હતા. રઉફ વાડ કૂદીને ફૅન્સ તરફ ગયો અને મારામારી કરવાની તૈયારીમાં જ હતો, પણ તેને ત્યાં હાજર બીજા કેટલાકે તેને રોક્યો હતો અને શાંત પડવાની વિનંતી કરી હતી.
રઉફના આ વર્તનથી પરેશાન એક ચાહક એવું બોલ્યો હતો કે, ‘એક પિક્ચર માંગી થી, બસ.’
રઉફ એવું બોલતો સંભળાયો હતો કે, ‘ઇન્ડિયન હોગા યે.’ જોકે એ ચાહકે જવાબમાં કહ્યું, ‘મૈં પાકિસ્તાની હૂં.’
બની શકે કે રઉફ ભારત સામેની હાર બદલ સૌથી વધુ પરેશાન હશે.
Also Read –