T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: શનિવારે ટી-20 વર્લ્ડ કપમાં રમાશે ચાર મૅચ, જાણો કોણ કોની સામે રમશે…

સ્કોટલેન્ડે નામિબિયાને 19મી ઓવરમાં હરાવ્યું

પ્રોવિડન્સ/ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં શનિવાર, આઠમી જૂને એક પછી એક ચાર મેચ રમાવાની છે. આ ચાર મેચની આઠ હરીફ ટીમ કોઈ નાના દેશની નહીં, પરંતુ અગાઉ વિશ્વ કપમાં એકબીજા સામે વારંવાર રમી ચૂકેલી ટીમો છે.

ગયાનામાં ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે (ભારતીય સમય અનુસાર સવારે 5:00 વાગ્યાથી) મુકાબલો થશે.
અમેરિકાના ડલાસમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર (ભારતીય સમય અનુસાર સવારે 6.00 વાગ્યાથી) થશે, જ્યારે ત્રીજી મેચ ન્યૂ યોર્કમાં સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે (ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી) રમાશે.

શનિવારે ચોથો મુકાબલો “કાંટે કી ટક્કર” જેવો હશે. એ મેચ (ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યાથી)માં કટ્ટર હરીફો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામસામે આવશે.

શુક્રવારે સવારે નામિબિયા (20 ઓવરમાં 155/9)નો સ્કોટલેન્ડ (18.3 ઓવરમાં 157/5) સામે પાંચ વિકેટે પરાજય થયો હતો.
યાદ રહે, રવિવારે ન્યૂ યોર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો થવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button