T20 World Cup 2024સ્પોર્ટસ

અમે સચિનને ટ્રોફી અપાવેલી, તમે દ્રવિડને સુપર ફેરવેલ આપજો: સેહવાગ

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપનો મહા મુકાબલો નજીક આવી ગયો છે. ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ આજે રાત્રે 8:00 વાગ્યે શરૂ થનારી ફાઇનલ માટે પૂરી પ્રેક્ટિસ કરી છે અને હલ્લા-બોલ માટે બધા તૈયાર છે. કેટલાક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓના મંતવ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભારતીય ટીમના હેડ-કોચ તરીકે રાહુલ દ્રવિડનો આજે છેલ્લો દિવસ છે. ખુદ દ્રવિડે પણ બહુ સરસ કહ્યું છે. તો આવો, જાણીએ કોણ શું કહે છે…

આ પણ વાંચો…
T20 World Cup: ‘કચરો તારા મગજમાં જ રાખ, બહાર ન કાઢ’ આવું હરભજને કોના માટે કહ્યું?

વીરેન્દર સેહવાગ: 2011માં અમે સચિન તેન્ડુલકરને વન-ડે વર્લ્ડ કપની બહુમૂલ્ય ટ્રોફી અપાવી હતી. રોહિત શર્મા અને તેની ટીમે આજે ભારતીય ક્રિકેટના લેજન્ડ અને હેડ-કોચ રાહુલ દ્રવિડને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવીને યાદગાર ફેરવેલ આપવાની છે.

સૌરવ ગાંગુલી: આઇસીસી વર્લ્ડ કપની ટ્રોફી કરતાં આઈપીએલની ટ્રોફી જીતવી વધુ મુશ્કેલ ટાસ્ક કહેવાય. રોહિત શર્મા જો આઈપીએલના પાંચ ટાઇટલ જીતી શકતો હોય તો આ વર્લ્ડ કપની ટ્રોફી જીતવી તેના માટે અસંભવ તો નથી જ. મને ખાતરી છે કે મોટી ટ્રોફી જીતવા બાબતમાં ભારતનો 13 વર્ષનો જે દુકાળ ચાલી રહ્યો છે એ રોહિત અને તેની ટીમ આજે દૂર કરી આપશે.

રાહુલ દ્રવિડ: ‘કોઈ વ્યક્તિ માટે આ સિદ્ધિ મેળવો’ એમાં હું માનતો જ નથી. મને તો બે વ્યક્તિ વચ્ચેની આ વાતચીત બહુ ગમે છે…એક જણે બીજાને પૂછ્યું, ‘તમારે માઉન્ટ એવરેસ્ટ શા માટે સર કરવો છે?’ જવાબમાં બીજાએ કહ્યું, ‘બસ, માઉન્ટ એવરેસ્ટ એના સ્થાન પર છે એટલે મારે એ સર કરવો છે. મારે એ સર્વોચ્ચ લક્ષ્યાંક સુધી પહોંચવું છે.’ એ રીતે મારું પણ કહેવું છે કે વર્લ્ડ કપની ટ્રોફી છે જે મારે જીતવી છે, બસ! કોઈના માટે નહીં, પણ એ મારું લક્ષ્ય છે જે મારે હાંસલ કરવું છે.

સરણદીપ સિંહ: સાઉથ આફ્રિકાની ટીમને મુસીબતમાં મૂકવા માટે આપણા બે સ્પિનર કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પૂરતાં છે. કુલદીપ આ ટૂર્નામેન્ટમાં દસ વિકેટ અને અક્ષર આઠ વિકેટ લઈ ચૂક્યો છે. ભારતીય ટીમને આ બે વર્લ્ડ-ક્લાસ લેફટ-આર્મ સ્પિનર પાસેથી બહુ મોટી અપેક્ષા છે. સાઉથ આફ્રિકાના બૅટર્સ આ બે સ્પિનર સામે સારી રીતે રમી જ નહીં શકે. એમાં ખાસ કરીને કુલદીપ તો આફ્રિકાના મિડલ-ઓર્ડરનો કચ્ચરઘાણ વાળી દેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button