T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરી પર રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024 (T20 world cup 2024)માં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે, અમેરિકા અને આયર્લેન્ડ (USA vs IRE) વચ્ચે ગઈ કાલે શુક્રવારે રમાનાર મેચ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. જેનાથી પહેલીવાર વર્લ્ડકપ રમતી અમેરિકન ક્રિકેટ ટીમે સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે, આ સાથે જ પાકિસ્તાનની સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થવાની તમામ આશાઓ ખતમ થઇ ગઈ છે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શન અંગે દિગ્ગજ ખેલાડીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર પણ ટીમ ટ્રોલ થઇ રહી છે.
Read This…T20 world Cup: Pakistan v/s Canada: કૅનેડા આજે જીતશે તો પાકિસ્તાન આઉટ
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક એન્કર વસીમ અકરમ સાથે મેચ રદ્દ થવા અંગે વાત કરી રહી છે. અકરમ કહે છે, ‘યુએસએ સુપર 8 માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું છે. તેઓ શાનદાર રીતે રમ્યા, અને આ ટીમ સુપર 8માં જવાની હકદાર છે. હવે પાકિસ્તાનનો શું પ્લાન છે, હવે તેમને ફ્લાઈટ EK 601 પકડવી પડશે. UK થી દુબઈ અને પછી ઘર અને પછી પોતપોતાના શહેરો માટે ફ્લાઇટ લેવી જોઈએ. ચાલો જોઈએ આ પછી શું થાય છે.”
આ મેચ બાદ ભારતના પૂર્વ ક્રિકેટર જાફરે પણ X પર પાકિસ્તાની ટીમને ટ્રોલ કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મારી વિચારસરણી લોકોની વિરુદ્ધ છે, મને લાગે છે કે પાકિસ્તાનને એટલા માટે બહાર નથી થયું કે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આવું એટલા માટે થયું કારણ કે પાકિસ્તાન અમેરિકા સામે હારી ગયું હતું.’