T20 World Cup: India એ પાકિસ્તાનને હરાવતા જીત પર જૂમી ઉઠી Anushka Sharma, વિડીયો વાયરલ | મુંબઈ સમાચાર

T20 World Cup: India એ પાકિસ્તાનને હરાવતા જીત પર જૂમી ઉઠી Anushka Sharma, વિડીયો વાયરલ

ન્યુયોર્ક : ભારત(India)અને પાકિસ્તાન(Pakistan)વચ્ચેની દરેક ક્રિકેટ મેચ(Cricket)ખાસ હોય છે. ગઈકાલે રાત્રે અમેરિકાના ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. ખરાબ શરૂઆત છતાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આખા દેશે જીતની ઉજવણી કરી. પરંતુ સ્ટેડિયમમાં હાજર અનુષ્કા શર્માની ખુશીની કોઈ સીમા ન રહી. અનુષ્કા શર્માએ(Anushka Sharma)મેચ જીતતાની સાથે જ જોરથી સ્મિત કર્યું અને હાજર લોકો સાથે પોતાની ખુશી શેર કરી. આ દરમિયાન તેની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હવે X પર વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/anushkified/status/1800016358283129096

અનુષ્કા શર્મા જૂમી ઉઠી

ભારત-પાકિસ્તાન મેચની શરૂઆત ખાસ રહી ન હતી. વિરાટ કોહલી 4 રન અને કેપ્ટન રોહિત શર્મા 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે મોટા ખેલાડીઓના આઉટ થયા બાદ અનુષ્કા શર્મા(Anushka Sharma) અને રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ઉદાસ દેખાતી હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અનુષ્કા આખી મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠી રહી હતી. અનેક વાર પરેશાન પણ જોવા મળ્યો હતો. પરંતુ અંતે જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રનના ટાર્ગેટ સુધી પહોંચી શકી ન હતી ત્યારે અભિનેત્રીની ખુશી બેવડાઈ ગઈ હતી. અનુષ્કાએ તાળીઓ પાડીને ભારતની જીતની ઉજવણી કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Also Read –

Back to top button