T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: કિવીઓ એક અફઘાન પ્લેયર જેટલા રન પણ ન બનાવી શક્યા અને હાર્યા

2021ના રનર-અપ ન્યૂ ઝીલેન્ડે પરાજય સાથે ખાતું ખોલાવ્યું

પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ “સી”માં શુક્રવારે અફઘાનિસ્તાને (20 ઓવરમાં 159/6)એ ટૉસ હારી ગયા બાદ બૅટિંગ મળ્યા પછી ન્યૂ ઝીલેન્ડ (15.2 ઓવરમાં 75/10)ને આસાનીથી (84 રનથી) હરાવીને સતત બીજા વિજય સાથે સુપર એઇટ રાઉન્ડ માટેનો દાવો મજબૂત કર્યો હતો. ઓપનર અને વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝ (80 રન, 56 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર)ને આઈપીએલ ખૂબ ફળી છે. તેના 80 રન જેટલાં રન પણ કિવી ટીમ નહોતી બનાવી શકી.

ગયા મહિને ગુરુબાઝે આઈપીએલમાં હૈદરાબાદ સામેની વન-સાઇડેડ ફાઈનલમાં 39 રન બનાવવા ઉપરાંત ત્રણ કૅચ પકડીને કોલકાતાને ટ્રોફી જિતાડવામાં મોટી મદદ કરી હતી.

ગુરુબાઝે શુક્રવારે કિવી બૅટર ડેરિલ મિચલનો કૅચ પણ પકડ્યો હતો.
કેન વિલિયમસનની ટીમે 160 રનના લક્ષ્યાંક સામે અત્યંત ખરાબ શરૂઆત કરી હતી. ફિન એલને પહેલાં જ બૉલમાં વિકેટ ગુમાવી હતી. ફઝલહક ફારૂકીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. એ પછી સમયાંતરે વિકેટ પડતી રહી હતી. એક તબક્કે કેપ્ટન રાશીદ ખાનને હૅટ-ટ્રિકની તક મળી હતી. કમબૅકમૅન ડેવોન કોન્વે (8) પણ ફારૂકીને વિકેટ આપી બેઠો હતો. એકેય કિવી બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો.

ફારુકી અને રાશીદે 17-17 રનમાં ચાર-ચાર વિકેટ તથા નબીએ 16 રનમાં બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝડ્રાન (44 રન, 41 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની 103 રનની ભાગીદારી કિવી ટીમને ખૂબ નડી હતી. બોલ્ટ, હેન્રીએ બે-બે વિકેટ લીધી હતી.

ગુરબાઝને નેં ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. અફઘાનની ટીમે ત્રીજી જૂને યુગાન્ડાને હરાવ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ