T20 World Cup: Aaron Jones કોહલીનો મોટો ચાહક છે, પોસ્ટ વાઈરલ

ન્યૂ યોર્કઃ આઈસીસી મેન્સ ટવેન્ટી-20 વર્લ્ડ કપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ અમેરિકા અને કેનેડાની વચ્ચે રમાઈ હતી. આ મેચનું આયોજન અમેરિકાના ડલાસમાં થયું. આ મેચમાં સિક્સરનો વરસાદ કરવામાં આવ્યો હોય એવી આક્રમક રમત અમેરિકાના બેટરે કરી હતી અને એ બેટર હતો Aaron Jones.
યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાએ પોતાના પડોશી દેશ કેનેડાને હરાવી દીધો હતો. સાત વિકેટથી કેનેડાને અમેરિકાએ હરાવ્યું હતું. 195 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી અમેરિકાની ટીમે આઠ ઓવરમાં બે વિકેટે 48 રન બનાવ્યા હતા, પરંતુ એના પછી અમેરિકન ખેલાડી આરોન જોન્સ ધમાલ મચાવી હતી. આક્રમક બેટિંગ કરીને 17.4 ઓવરમાં પડકારજનક સ્કોર પાર કર્યો હતો.
આરોન જોન્સે શાનદાર બેટિંગ કરીને કેનેડાના સ્પિનર નિખિલ દત્તા અને સાદ બિન જફરને જોરદાર ધુલાઈ કરી હતી. જેરેમી ગાર્ડનની ઓવરમાં 33 રન ફટકાર્યા હતા ગૌસ 65 રન બનાવીને આઉટ તયો હતો, પરંતુ આરોન જોન્સે 40 બોલમાં 94 ફટકારીને રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના આ બેટર ભારતના આક્રમક બેટર વિરાટ કોહલીનો ફેન હોવાનું કહેવાય છે.
જન્મદિવસ પર આરોન જોન્સે લખ્યું હતું કે વોચિંગ સમ વિરાટ કોહલી વીડિયોઝ. એટલું જ નહીં, આરોન જોન્સે બીજી અનેક ટવિટ કરી હતી, જેમાં બીજી એક ટવિટમાં તો લખ્યું છે કે વિરાટ કોહલી ઈઝ એ ચેમ્પિયન.
29 વર્ષના આરોન જોન્સની એક ટવિટ વાઈરલ થઈ રહી છે, જે વિરાટને લઈ ટવિટ કરી હતી, તેનાથી સોશિયલ મીડિયા યૂઝર પણ માને છે કે આરોન જોન્સ વિરાટનો મોટો ચાહક છે. આ ટવિટ પણ તાજેતરમાં વાઈરલ થઈ રહ્યું છે. ગયા વર્ષે કોહલીના જન્મદિવસ નિમિત્તે આરોન જોન્સે પોસ્ટ લખી હતી. અહીં એ જણાવવાનું કે કેનેડા સામેની મેચમાં ત્રીજી વિકેટની 131 રનની ભાગીદારીમાં જોન્સે શાનદાર પ્રદર્શન કરીને અમેરિકાને જીતાડ્યું હતું.