T20 World Cup 2024

આજે મેઘરાજા પાકિસ્તાન અને આયરલૅન્ડ બન્નેને આઉટ કરી શકે, અમેરિકા સુપર-એઇટમાં પહોંચી શકે

ફ્લોરિડામાં પ્રચંડ પૂરને લીધે કટોકટી જાહેર કરાઈ છે: રાત્રે 8.00 વાગ્યાથી અમેરિકા સામે આયરિશોનો મુકાબલો

લૉઉડરહિલ (ફ્લોરિડા): ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ ‘એ’માં ત્રણ દિવસમાં (14થી 16મી જૂન દરમ્યાન) અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટના લૉઉડરહિલમાં ત્રણ મૅચ રમાવાની છે અને એમાં ગ્રૂપ ‘એ’માં અમેરિકા તથા આયરલૅન્ડનું તેમ જ ખાસ કરીને પાકિસ્તાનનું ભાવિ નક્કી થશે. આજે યજમાન અમેરિકા અને આયરલૅન્ડ વચ્ચે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે. એમાં જો અમેરિકા જીતશે તો આ ગ્રૂપમાંથી ભારતની જેમ સુપર-એઇટમાં પહોંચનારી બીજી અને આખરી ટીમ બની જશે. એ સંજોગોમાં આયરલૅન્ડ તો આઉટ થઈ જ જશે, પાકિસ્તાનનો પણ ઘડોલાડવો થઈ જશે. કારણ એ છે કે અમેરિકાના છ પૉઇન્ટ થઈ જશે અને ચાર પૉઇન્ટ ધરાવતું પાકિસ્તાન છેલ્લી મૅચ જીતીને પણ સુપર-એઇટમાં નહીં જઈ શકે.

આ પણ વાંચો: T20 World cup: ફ્લોરિડામાં વરસાદે સુપર-8નું ગણિત જટિલ બનાવ્યું, ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટીસ સેશન પણ રદ

ખાસ બાબત એ છે કે સમગ્ર ફ્લોરિડામાં પ્રચંડ પૂરને આવ્યું હોવાને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. જો આજે પણ વરસાદને લીધે કે પૂરની હાલત બગડતાં અમેરિકા-આયરલૅન્ડની મૅચ રદ કરાશે (જેની સંભાવના વધુ છે) તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાશે અને એ સાથે અમેરિકા પાંચ પૉઇન્ટ સાથે સુપર-એઇટમાં પહોંચી જશે અને માત્ર બે પૉઇન્ટ ધરાવતું પાકિસ્તાન તેમ જ એકેય પૉઇન્ટ વિનાનું આયરલૅન્ડ તેમ જ બે પૉઇન્ટ ધરાવતું આ જ ગ્રૂપનું કૅનેડા સ્પર્ધાની બહાર થઈ જશે.

આ પણ વાંચો: T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું

જો આજે આયરલૅન્ડ સામે અમેરિકા જીતી જશે તો પણ પાકિસ્તાન આપોઆપ સ્પર્ધાની બહાર થઈ જશે.
શનિવારે લૉઉડરહિલમાં ભારત-કૅનેડા વચ્ચે મૅચ (રાત્રે 8.00 વાગ્યાથી) અને રવિવારે પાકિસ્તાન-આયરલૅન્ડ વચ્ચે મૅચ રમાશે. અમેરિકા આજે જ સુપર-એઇટમાં જશે તો આ બન્ને મૅચના પરિણામનો કોઈ અર્થ નહીં રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો