T20 World Cup 2024

T20 World Cup:પાકિસ્તાનની ટીમમાં કયા ત્રણ જૂથ પડી ગયા છે? કોણ છે જૂથના લીડર?

પાકિસ્તાનને 17 વર્ષે ફરી આયરલૅન્ડ-કનેક્શન નડ્યું: ટીમમાં ધરમૂળથી ફેરફાર કરાશે

કરાચી: ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાંથી જ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયેલી પાકિસ્તાન (Pakistan)ની ટીમ પર ટીકાનો વરસાદ વરસી રહ્યો છે અને એવામાં સૂત્રો પાસેથી બાતમી મળી છે કે પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને એનું જ આ પરિણામ છે. ટીમમાં ત્રણ જૂથ પડી ગયા હોવાનું પણ મનાય છે.

સ્પર્ધા દરમ્યાન મહત્ત્વના તબક્કે (ખાસ કરીને અમેરિકા સામેની મૅચમાં તેમ જ ભારત સામે) ટીમના સિનિયર ખેલાડીઓ સારું પર્ફોર્મ ન કરી શક્યા એ બદલ પણ ટીમને ખૂબ વખોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: T20 World Cup: શાહિદ આફ્રિદીએ જમાઈની તરફેણ કરતા બાબરને કહ્યું, ‘તું પાછો કૅપ્ટન બન્યો જ શું કામ? શાહીનને કેમ સપોર્ટ નહોતો કર્યો’

એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે હવે માત્ર પાકિસ્તાનની ટીમમાં જ નહીં, પણ હંમેશની માફક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે.

પાકિસ્તાનને ફરી એકવાર આયરલૅન્ડ કનેક્શન નડ્યું છે. 2007ના વન-ડે વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામેની હારને પગલે જ પાકિસ્તાન ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું હતું અને એ માહોલમાં તેમના હેડ-કોચ બૉબ વૂલ્મરનું વેસ્ટ ઇન્ડિઝની હોટેલમાં રહસ્યમય મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી

શુક્રવારે અમેરિકાની મૅચ આયરલૅન્ડ સામે નિર્ધારિત હતી, પરંતુ વરસાદને લીધે નહોતી રમાઈ અને અમેરિકા પાંચ પૉઇન્ટ સાથે સુપર-એઇટમાં પહોંચી ગયું અને બે પૉઇન્ટ ધરાવતું પાકિસ્તાન હાથ ઘસતું રહી ગયું. જો શુક્રવારની મૅચ રમાઈ હોત અને આયરલૅન્ડે અમેરિકાને હરાવ્યું હોત તો પાકિસ્તાનને સુપર-એઇટમાં જવાનો નજીવો મોકો મળ્યો હોત. રવિવારે પાકિસ્તાનની આયરલૅન્ડ સામેની મૅચ માત્ર ઔપચારિકાપૂર્વકની જ છે.

બાબર આઝમ (Babar Azam) આ વર્લ્ડ કપ માટે ફરી કૅપ્ટન બનીને ટીમમાં આવ્યો ત્યારે તેની સામે સૌથી મોટો પડકાર ટીમમાં એકતા લાવવાનો હતો. જોકે ટીમમાં પડેલા બીજા બે ગ્રૂપની સ્થિતિમાં એક્તા લાવવાનું તેના માટે સંભવ નહોતું. સૂત્રના જણાવ્યા મુજબ ટીમમાં એક બાબરનું ગ્રૂપ છે, જ્યારે બીજું ગ્રૂપ કૅપ્ટનપદેથી હટાવવામાં આવેલા શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)નું ગ્રૂપ છે અને ત્રીજું ગ્રૂપ વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan)નું છે. કહેવાય છે કે કૅપ્ટન્સી માટે પોતાને ધ્યાનમાં ન લેવાયો એ બદલ રિઝવાન નારાજ છે. મોહમ્મદ આમિર અને ઇમાદ વસીમ જેવા સિનિયરો ટીમમાં પાછા આવતાં ટીમમાં ક્ધફ્યૂઝન વધી ગયું હોવાનું કહેવાય છે. કારણ એ છે આમિર અને વસીમ ઘણા સમયથી ડોમેસ્ટિક કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ નહોતા રમ્યા એમ છતાં તેમને વર્લ્ડ કપની ટીમમાં લેવામાં આવ્યા હતા.
ટીમમાં કેટલાક ખેલાડીઓએ (ખાસ કરીને બાબર-શાહીને) મેદાનની બહાર એકમેક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હોવાનું મનાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ