T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup : શ્રીલંકા અને આયરલેન્ડ માટે વર્લ્ડ કપમાં હવે ટકવું ખૂબ મુશ્કેલ

બન્ને ટીમ સતત બીજી મૅચ હારી: કેનેડાના વિજયમાં ભારતીય મૂળના ખેલાડીનું યોગદાન

ડલાસ/ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારથી અણધાર્યા પરિણામો જોવા મળી રહ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું ત્યાર બાદ શનિવારે જીતવા માટે ફેવરિટ શ્રીલંકા (Sri Lanka)નો બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો તો બીજી બાજુ કેનેડા (Canada)એ આયરલેન્ડની ચડિયાતી ટીમને આંચકો આપ્યો હતો. કેનેડાની જીતમાં ભારતીય મૂળના શ્રેયસ મોવ્વાનું મહત્વનું યોગદાન હતું.

શ્રીલંકા અને આયરલેન્ડ લીગ રાઉન્ડની સતત બીજી મેચ હાર્યા હોવાથી હવે આ ટૂર્નામેન્ટમાં ટકવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે.

ડલાસની લો-સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 124 રન બનાવ્યા હતા જેમાં ઓપનર પથુમ નિસન્કાના 47 રન હાઈએસ્ટ હતા. બીજો કોઈ બૅટર પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને લેગ સ્પિનર રિશાદ હુસેને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

જોકે શ્રીલંકાએ બાંગ્લાલાદેશને આસાનીથી નહોતું જીતવા દીધું. નજમુલ શેન્ટોની ટીમ 19મી ઓવરને અંતે 125 રનનો ટાર્ગેટ મેળવી શકી હતી અને એમ કરવા જતા તેમણે આઠ વિકેટ ગુમાવવી પડી હતી. આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમીને વર્લ્ડ કપમાં રમવા આવેલા નુવાન થુશારાની 18મી ઓવરમાં બે વિકેટ પડી હતી અને બાંગ્લાદેશની માત્ર બે વિકેટ પડવાની બાકી હતી. જોકે અનુભવી ખેલાડી મહમુદ્દુલ્લા (16 અણનમ, 13 બૉલ, એક સિક્સર)એ બાજી સંભાળી લીધી હતી અને શનાકાની 19મી ઓવરમાં એક સિક્સરની મદદથી જરૂરી 11 રન બની જતાં બાંગ્લાદેશની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. શ્રીલંકાનો ત્રીજી જૂને સાઉથ આફ્રિકા સામે છ વિકેટે પરાજ્ય થયો હતો.

થુશારાએ શુક્રવારે ફક્ત 18 રનમાં કુલ ચાર વિકેટ લીધી હતી અને કેપ્ટન વનિન્દુ હસરંગાને પણ બે વિકેટ મળી હતી, પરંતુ તેઓ શ્રીલંકાને જીતાડી નહોતા શક્યા કારણકે તેમણે ફક્ત 124 રનનો સ્કોર ડિફેન્ડ કરવાનો હતો.
રિશાદ હુસેનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

શુક્રવારે કેનેડાએ આયરલેન્ડને છેલ્લી ઓવરમાં 12 રનના તફાવતથી હરાવ્યું હતું. આયરલેન્ડે બૅટિંગ આપ્યા બાદ કેનેડાએ સાત વિકેટે 137 રન બનાવ્યા હતા. એમાં નિકોલસ કિર્ટન (49 રન, 35 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર), શ્રેયસ મોવ્વા (37 રન, 36 બૉલ, ત્રણ ફોર) તેમ જ પરગટ સિંહ (18 રન, 14 બૉલ, બે ફોર) નો મુખ્ય ફાળો હતો. આયરલેન્ડના ક્રેગ યંગ અને મૅકાર્થીએ બે-બે વિકેટ લીધી હતી.

આયરિશ ટીમ 20 ઓવરમાં 138 રનના ટાર્ગેટ સામે સાત વિકેટે 125 રન બનાવી શકી હતી અને કેનેડાની 12 રનથી જીત થઈ હતી. માર્ક ઍડેરના 34 અને ડોકરેલના 30 રન સિવાય બીજા કોઈ બૅટરનું યોગદાન ન મળતા આયરલેન્ડે ભારત પછી હવે કેનેડા સામે પણ હાર જોવી પડી છે. કેનેડાના ગોર્ડન અને હેલિંગરે બે-બે વિકેટ લીધી હતી. કિર્ટનને મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ