T20 World Cup: અર્શદીપનો ચાર વિકેટનો તરખાટ, અમેરિકાના આઠ વિકેટે 108

ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં યજમાન અમેરિકાએ ભારત સામેની ગ્રૂપ ‘એ’ની મૅચમાં 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન બનાવ્યા હતા. એક તબક્કે પચીસ રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી, પરંતુ કેટલીક નાની ભાગીદારીને લીધે ટીમનો સ્કોર 100-પ્લસ થયો હતો.
ભારતીય મૂળનો ગુજરાતી ખેલાડી મોનાંક પટેલ ખભાની ઈજાને કારણે નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં આરૉન જોન્સે કૅપ્ટન્સી સંભાળી હતી. જોકે જૉન્સ ફક્ત 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતીય મૂળના બીજા ખેલાડી નીતિશ કુમારના 27 રન ટીમમાં હાઇએસ્ટ હતા. તેને પણ અર્શદીપે આઉટ કર્યો હતો.
આ પણ વાંચો: WI vs NZ Highlights: વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને 13 રનથી હરાવ્યું, જીતની હેટ્રિક ફટકારીને વેસ્ટ ઈન્ડિઝનો સુપર-8માં પ્રવેશ
અર્શદીપ સિંહે (4-0-9-4) પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને અમેરિકાની ટીમને ચિંતામાં મૂકી દીધી હતી. પહેલી જ મૅચ રમેલા પાકિસ્તાની મૂળના શયાન જહાંગીરને તેણે મૅચના પ્રથમ બૉલમાં અને આન્દ્રીસ ગૌસેને છઠ્ઠા બૉલમાં આઉટ કર્યો હતો. ભારતીય મૂળના વધુ એક ખેલાડી હરમીત સિંહ (10)ને પણ અર્શદીપે આઉટ કર્યો હતો.
હાર્દિક પંડ્યા (4-1-14-2)નો પણ અસરદાર બોલિંગ પર્ફોર્મન્સ હતો.
અક્ષર પટેલને એક વિકેટ પચીસ રનના ખર્ચે મળી હતી, પરંતુ તેણે ઓપનર સ્ટીવન ટેલર (24 રન)ની પ્રાઇઝ વિકેટ લીધી હતી. અક્ષરે ટેલરને આઉટ કરીને તેની અને નીતિશ કુમાર વચ્ચેની ચોથી વિકેટ માટેની 31 રનની ભાગીદારી તોડવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: T20 World Cup: અર્શદીપ, સૂર્યા અને શિવમ સુપર હીરો: ભારત પહોંચ્યું સુપર એઇટમાં
સિરાજને પચીસ રનમાં, બુમરાહને પણ પચીસ રનમાં અને શિવમ દુબેને અગિયાર રનમાં વિકેટ નહોતી મળી શકી.
એ પહેલાં, ભારતના કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.