T20 World Cup: યુગાન્ડાને 40 રનમાં આઉટ કરી ન્યૂ ઝીલૅન્ડે છેક હવે મેળવ્યો પ્રથમ વિજય

ટારૌબા (ટ્રિનિદાદ): કેન વિલિયમસનના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ ‘સી’માં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમે પહેલી બન્ને મૅચ હારી ગયા બાદ શુક્રવારે યુગાન્ડા (Uganda) સામેની જીત સાથે પહેલો વિજયી પૉઇન્ટ મેળવ્યો હતો. જોકે હવે બહુ મોડું થઈ ગયું છે, કારણકે કિવીઓ સ્પર્ધાની બહાર થઈ ચૂક્યા છે. આ ગ્રૂપમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ સુપર-એઇટમાં પહોંચી ગઈ છે.
યુગાન્ડાની ટીમ છેક 19મી ઓવર સુધી રમી હતી, પરંતુ એમાં તેઓ ફક્ત 40 રન બનાવી શક્યા હતા. મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં આ થર્ડ-લૉએસ્ટ ટોટલ છે. યુગાન્ડા અને નેધરલૅન્ડ્સના 39-39 રનના ટોટલ સૌથી નીચા છે.
આ પણ વાંચો: T20 World Cup:પાકિસ્તાનની ટીમમાં કયા ત્રણ જૂથ પડી ગયા છે? કોણ છે જૂથના લીડર?
કેનેથ વૈસ્વા (11) સિવાય બીજો કોઈ બૅટર ડબલ-ડિજિટમાં નહોતો પહોંચી શક્યો અને ચાર બૅટર ઝીરોમાં આઉટ થઈ ગયા હતા. ટિમ સાઉધીએ ત્રણ તેમ જ રાચિન રવીન્દ્ર, ટ્રેન્ટ બૉલ્ટ અને સૅન્ટનરે બે-બે વિકેટ લીધી હતી. સાઉધી (4-1-4-3)એ ચાર ઓવરમાં ફક્ત ચાર રન આપ્યા હતા. કોઈ બોલરે એક મૅચમાં આપેલા રન સંબંધમાં આ રેકૉર્ડની બરાબરી છે. યુગાન્ડાના 43 વર્ષના ફ્રૅન્ક સુબુગાની પીએનજી સામેની મૅચમાં ચાર ઓવરમાં ચાર રન બન્યા હતા.
આ પણ વાંચો: T20 World Cup:શુભમનને ગેરશિસ્ત બદલ પાછો મોકલવામાં આવી રહ્યો હોવાનો અહેવાલ સાચો છે?
ન્યૂ ઝીલૅન્ડે 5.1 ઓવરમાં ફિન ઍલન (નવ રન)ની વિકેટ ગુમાવીને 41 રનના સ્કોર સાથે વિજેતા બની હતી. ડેવૉન કૉન્વે બાવીસ રને અને રાચિન એક રને અણનમ રહ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડે એક વિકે ગુમાવ્યા બાદ 88 બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો અને મેન્સ ટી-20માં બાકી રહેલા બૉલની દૃષ્ટિએ તેમનો આ સૌથી મોટો વિજય હતો.
યુગાન્ડાએ પાવરપ્લેમાં ત્રણ વિકેટે માત્ર નવ રન બનાવ્યા હતા. મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં પાવરપ્લેમાં આ સૌથી ખરાબ સ્કોર છે.