T20 World Cup 2024

T20 World Cup: ભારત-કૅનેડા મૅચ વરસાદને લીધે રદ, હવે ભારતની અફઘાન સામે સુપર-એઇટ મૅચ

લૉઉડરહિલ (ફ્લોરિડા): શનિવારે ભારત (India) અને કૅનેડા (Canada) વચ્ચેની ટી-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

એક પણ બૉલ નહોતો ફેંકવામાં આવ્યો અને અમ્પાયરો દ્વારા વારંવાર પિચ અને મેદાનની ચકાસણી કરાયા બાદ મૅચને અનિર્ણીત જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: T20 World Cup:પાકિસ્તાનની ટીમમાં કયા ત્રણ જૂથ પડી ગયા છે? કોણ છે જૂથના લીડર?

અમ્પાયરોએ સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 9.00 વાગ્યે) મૅચને રદ કરીને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપવાનો નિર્ણય ઘોષિત કર્યો હતો.

એ પહેલાં ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અને 8.00 વાગ્યે અમ્પાયરો મેદાન પર ગયા હતા, પરંતુ સ્થિતિ રમવા લાયક નહોતી.

આ પણ વાંચો: T20 World Cup: ન્યૂ ઝીલૅન્ડના વર્લ્ડ-ક્લાસ બોલરની જાહેરાત, ‘આ મારો છેલ્લો ટી-20 વર્લ્ડ કપ છે’

ભારત સુપર-એઇટમાં પહોંચી ગયું છે. ભારતની પ્રથમ મૅચ અફઘાનિસ્તાન સામે 20મી જૂને, બીજી મૅચ બાંગલાદેશ અથવા નેધરલૅન્ડસ સામે બાવીસમી જૂને અને ત્રીજી મૅચ ઑસ્ટ્રેલિયા સામે 24મી જૂને રમાવાની છે. સુપર-એઇટના બે ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button