T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 World Cup 2024 WI vs UGA: યુગાંડાનું 39 રનમાં જ પડીકું વળી ગયું, વેસ્ટઇંડીઝની પ્રચંડ જીત

ICC T20 વર્લ્ડ કપ 2024માં આજે (9 જૂન) વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડા વચ્ચે મેચ હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને ખરાબ રીતે હરાવ્યું હતું (T20 World Cup 2024 WI vs UGA). આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝની આ સતત છઠ્ઠી જીત છે.

આ મેચમાં પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે 173/5 રન બનાવ્યા હતા. જવાબમાં નવી રચાયેલી યુગાન્ડાની ટીમનુ માત્ર 39 રનમાં પડીકું વળી ગયું હતું. આ રીતે વેસ્ટ ઈન્ડિઝનો 134 રને વિજય થયો હતો.

2014 વર્લ્ડ કપમાં મીરપુરમાં પાકિસ્તાન સામેની 84 રનની જીતને વટાવીને તમામ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ વેસ્ટ ઈન્ડિઝની સૌથી મોટી જીત છે.

વેસ્ટ ઈન્ડિઝની જીતનો હીરો અકીલ હુસૈન હતો જેણે 4 ઓવરમાં 11 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અકીલનું આ પ્રદર્શન T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના કોઈપણ બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ છે. અકીલે આમ 2014માં મીરપુરમાં બાંગ્લાદેશ સામે સેમ્યુઅલ બદ્રીના 4/15ના પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.

યુગાન્ડાની ટીમ એક સમયે T20 વર્લ્ડ કપમાં શરમજનક રેકોર્ડ બનાવવાની નજીક હતી, જો કે, 39 રનમાં આઉટ થઈને આ નવી ટીમે ચોક્કસપણે તે જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી. હકીકતમાં T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 24 માર્ચ 2014ના રોજ નેધરલેન્ડની ટીમે શ્રીલંકા સામે 39 રન બનાવ્યા હતા. આ રીતે યુગાન્ડાએ નેધરલેન્ડની બરાબરી કરી.

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ગુયાનામાં યુગાન્ડા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોન્સન ચાર્લ્સે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા.

અંતમાં આન્દ્રે રસેલ આવ્યો અને તેણે 17 બોલમાં 30 રનની શાનદાર ઇનિંગ રમી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવ્યા હતા. યુગાન્ડા માટે સૌથી સફળ બોલર બ્રાયન મસાબા રહ્યો, જેણે બે વિકેટ લીધી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને