T20 World Cup 2024

‘કોહલી આજે ચોક્કસપણે 100 રન ફટકારશે…’ ક્રિકેટ નિષ્ણાતોની આગાહી

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ (T20 world cup final) આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. બંને ટીમો આ મેચ માટે તૈયાર છે. રોહિત અને કંપની ભારત માટે બીજી વખત આ ખિતાબ જીતવા મક્કમ છે, પરંતુ ટીમની એક મોટી સમસ્યા હજુ સુધી ઉકેલાઈ નથી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સતત જીત મેળવી રહી છે, પરંતુ ટીમના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડી વિરાટ કોહલી(Virat Kohli) આ ટુર્નામેન્ટમાં હજુ સારું પ્રદર્શન કરી શક્યો નથી.

ચાલુ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કિંગ કોહલીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. બાંગ્લાદેશ સામેની 37 રનની ઈનિંગને બાદ કરતાં અત્યાર સુધી તે ટૂર્નામેન્ટમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. ટુર્નામેન્ટના ઈતિહાસમાં 1216 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હોવા છતાં, વિરાટનું T20 વર્લ્ડ કપમાં આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું, તેણે સાત ઇનિંગમાં માત્ર 75 રન બનાવ્યા, સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી તેની ભારે ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: અમે સચિનને ટ્રોફી અપાવેલી, તમે દ્રવિડને સુપર ફેરવેલ આપજો: સેહવાગ

ટૂર્નામેન્ટમાં કોહલીના ફ્લોપ પ્રદર્શન છતાં ક્રિકેટ ચાહકોને આશા છે કે તે આજે ફાઈનલ મેચમાં સારા રન બનાવશે અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપશે, ક્રિકેટના દિગ્ગજોનું પણ એવું જ કહેવું છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરનું કહેવું છે કે આજે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે જીતશે. એટલું જ નહીં તેણે કોહલી વિશે ભવિષ્યવાણીઓ પણ કરી છે. મોન્ટી પાનેસરે કહ્યું કે કોહલી આજે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારશે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતશે અને વિરાટ કોહલી 100 રન બનાવશે.

કેપ્ટન રોહિત શર્મા અને ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ કોહલી વિશે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન તેમણે કોહલીના ખરાબ પ્રદર્શન છતાં તેનો બચાવ કર્યો હતો. દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં કોહલીના ઈરાદા અત્યાર સુધી સકારાત્મક રહ્યા છે, જે ટીમ માટે ખૂબ ફાયદાકારક છે.

રાહુલ દ્રવિડે સેમી ફાઈનલ મેચ બાદ કહ્યું, “જ્યારે તમે ઘણી વખત જોખમી શોટ્સ રમો છો, ત્યારે તમને દરેક વખતે તેમાં સફળતા મળે એ જરૂરી નથી, આજની મેચમાં પણ તેણે રનની ગતિ જાળવી રાખવા માટે જોરદાર સિક્સર ફટકારી હતી. જો કે, જે બોલ પર તે આઉટ થયો હતો તે ખૂબ સીમ થયો હતો. મને સામેવાળી ટીમ સામે તેનો ઈરાદો પસંદ પડ્યો.’

આ પણ વાંચો: IND vs SA Final: ભારત સામે આફ્રિકાના ખેલાડીઓનો રેકોર્ડ, આ ખેલાડીઓ હુકુમનો એક્કો સાબિત થઇ શકે

કેપ્ટન રોહિત શર્માને આશા છે કે વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગને ફાઈનલ માટે બચાવીને રાખી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું પણ આવું જ કહેવું છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોહલીના ફોર્મ અંગે કહ્યું કે વિરાટ બહુ જલ્દી આક્રમક શોટ રમવાનું શરૂ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તે વહેલો આઉટ થઈ રહ્યો છે. આ તેની કુદરતી રમત નથી. તે મોટા શોટ મારવાની ઉતાવળમાં દેખાયો છે. જો તે ક્રિઝ પર થોડો સમય વિતાવ્યા બાદ મોટા શોટ રમે તો સારો સ્કોર બનાવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો