T20 World Cup 2024સ્પોર્ટસ

Sachin in New York:રોહિત ઍન્ડ કંપનીના જંગ પહેલાં સચિન પણ ન્યૂ યૉર્કમાં…જાણો લિટલ ચૅમ્પિયન કોની સાથે શું રમ્યો?

ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટની રમત હજી ‘પા…પા…પગલી’ ભરી રહી છે ત્યાં તેમને ટી-20 વર્લ્ડ કપ જેવી મેગા આઇસીસી ઇવેન્ટ મળી છે એટલે ત્યાં તો જાણે ક્રિકેટોત્સવ જ શરૂ થઈ ગયો છે અને એટલે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકો (બિન રહેવાસી ભારતીયો તેમ જ ટૂરિસ્ટો)ને તો મજા જ પડી ગઈ છે. ક્રિકેટનો મહોત્સવ ચાલતો હોય અને આપણો ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર એમાં સહભાગી ન થાય એવું બને?

આ વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાયો છે. ક્રિકેટરો માટે આ નવો અનુભવ છે. તેઓ વેસ્ટ ઇન્ડિઝમાં તો ઘણું રમ્યા છે, પણ અમેરિકામાં રમવાનો અનુભવ નવો જ છે. ન્યૂ યૉર્કની પિચને લઈને ઘણો વિવાદ થયો છે, પણ એકંદરે ‘ક્રિકેટ ઇન યુએસએ’નું ક્રિકેટની રમતમાં નવું જ પ્રકરણ શરૂ થયું છે.



અમેરિકામાં થોડી ક્રિકેટ જેવી જ કહી શકાય એવી બેઝબૉલ (Baseball)ની રમત ખૂબ લોકપ્રિય છે. માસ્ટર બ્લાસ્ટર ન્યૂ યૉર્કમાં રવિવારની ભારત-પાકિસ્તાનની મૅચ પહેલાં શનિવારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી સાથે બેઝબૉલ રમ્યો હતો.

બેઝબૉલ રમીને સચિને બતાવ્યું હતું કે તેને બેઝબૉલ પણ ક્રિકેટ જેટલું જ રમતા આવડે છે. સ્ટેડિયમમાં સારુંએવું ક્રાઉડ હતું અને તેમની હાજરીમાં સચિને અમુક સારા શૉટ માર્યા હતા.

આઇસીસીએ ઇન્સ્ટાગ્રામ પર સચિન-શાસ્ત્રીના બેઝબૉલવાળી ઇવેન્ટનો વીડિયો શૅર કર્યો છે જે ખૂબ વાઇરલ થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button